સાઉદી આરબમાં ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાનના શાસનમાં મોતની સજા વધી

સાઉદીઆરબ,

એક રિપોર્ટમાં જણાવાયુ છે કે જયારથી સાઉદી આરબમાં ક્રાઉન પ્રિંસ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન સત્તામાં આવ્યા છે ત્યારથી મૃત્યુદંડની સજા લગભગ બેગણી વધી ગઇ છે.એકિટવિસ્ટ સમૂહોનું કહેવું છે કે ક્રાઉન પ્રિંસના રાજનીતિક વિરોધી પરિવર્તન માટે એક તરફથી દમન અને અસંતોષ માટે શૂન્ય સહિષ્ણુતાના રૂપમાં ભારે કીંમત ચુકવી રહ્યાં છે બિન સલમાને દેશના વ્યાપારિક ધરાના,ઉદ્યોગતિઓ અને ધનીક પરિવારોને અસાધારણ શક્તિઓ આપી છે.હકીકતમાં બિન સલમાન એક સુધારવાદી અને શાસકના રૂપમાં દુનિયાની સામે પોતાની તસવીર રજુ કરવાનો પ્રયાસ કરે છે જે વ્યક્તિગત સ્વતંત્રતાની સાથે સાથે આધુનિકીકરણ પર પણ ભાર મુકે છે.આમ છતાં મુસલમાનોમાં મોતની સજા ઓછી થવાની જગ્યાએ વધી ગઇ છે.ગત વર્ષ સાઉદી આરબમાં મોતની સજા પામેલા લોકોની સંખ્યા ૨૦૨૧ની સરખામણીમાં બેગણી હતી.

ગત વર્ષોમાં જયારે બિન સલમાને દેશનું નેતૃત્વ કર્યું તાજેતરના ઇતિહાસમાં કોઇ પણ અન્ય વર્ષની સરખામણીમાં સરકારી આદેશો પર વધુ મૃત્યું થયા છે.૨૦૧૫થી ૨૦૨૨ની વચ્ચે દર વર્ષે સરેરાશ ૧૨૯ ફાંસી આપવામાં આવી છે.આ આંકડો ૨૦૧૦-૧૪ની મુદ્તથી ૮૨ કાનો વધારો દર્શાવે છે.ગત વર્ષ ૧૪૭ લોકોના મોત થયા હતાં તેમાંથી ૯૦ એવા અપરાધી હતી જેમને અહિંસક માનવામાં આવતા હતાં

ગત વર્ષ ૧૨ માર્ચે ૮૧ લોકોને મોતની સજા આપવામાં આવી હતી.આ અત્યાર સુધીની કરવામાં આવેલ મોતની સજાની સૌથી મોટી સંખ્યા હતાં સાઉદી આરબીમાં ફાંસી ઉપરાંત માથા કલમ કરીને પણ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવે છે.સતત આવી હેવાનિયત દુનિયાની સામે એટલા માટે આવતી નથી કારણ કે આરબ દેશમાં સ્વતંત્ર મીડિયા નથી સાઉદી આરબને આ ક્ષેત્રમાં સૌથી વધુ મોતની સજા આપનાર દેશોમાંથી એક માનવામાં આવે છે.