સોપોરમાં એન્કાઉન્ટર, બે આતંકી ઠાર,ઓપરેશન દરમિયાન એક બહાદુર પોલીસકર્મી પણ ઘાયલ

ઉત્તર કાશ્મીરના બારામુલ્લાના સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ ગોળીબારમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. જોકે, ઓપરેશન દરમિયાન એક બહાદુર પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. ઘાયલ જવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બુધવારે સવારે સોપોરના હદીપોરા ગામમાં આતંકવાદીઓની શંકાસ્પદ ગતિવિધિની માહિતી મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા દળોએ તરત જ વિસ્તારને ઘેરી લીધો હતો. સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સોપોર પોલીસ, આર્મીના ૩૨ આરઆર અને સીઆરપીએફના જવાનો દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું હતું. આ વિસ્તાર જીડીસી હડીપોરા અને પનાશ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હડીપોરાની નજીક હતો. આવી સ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે તેમને બંધ રાખવામાં આવ્યા હતા. જેથી કોઈ પણ પ્રકારનું નુકશાન ન થાય. કોર્ડન કડક થતું જોઈને આતંકીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો. જેનો સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ રીતે એક્ધાઉન્ટરની શરૂઆત થઈ. આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

જમ્મુ ડિવિઝનના કઠુઆ જિલ્લાના હીરાનગર તહસીલના સૈદા સોહલમાં આતંકવાદીઓની હાજરી પછી, સાંબા જિલ્લામાં ઘણા વિસ્તારોમાં શંકાસ્પદ નજરની સૂચના પર પોલીસ, સેના અને સુરક્ષા દળોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મંગળવારે, ઊઇ્ વાહનમાં સૈન્યના જવાનોએ શહેરના વીર ભૂમિ પાર્કના ગેટની બહાર એક શંકાસ્પદ બેગ મળી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બેગની તપાસ દરમિયાન સેનાનો યુનિફોર્મ, ટી-શર્ટ, એક પાયજામા અને જીન્ઇનું કારતૂસ મળી આવ્યું હતું. પોલીસે તેને પોતાની કસ્ટડીમાં લીધો છે.

બીજી તરફ આ રિકવરી બાદ લોકોમાં ગભરાટનો માહોલ છે. લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તે આતંકવાદીઓની બેગ હોઈ શકે છે. જોકે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૮માં ભારત-પાકિસ્તાન બોર્ડર પર લગાવવામાં આવેલી ફેન્સિંગ કાપીને અડધો ડઝન આતંકીઓએ ઘૂસણખોરી કરી હતી. બીજા દિવસે સવારે, ત્રણ આતંકવાદીઓએ સ્થાનિક સામાજિક કાર્યકર હોશિયાર સિંહના ઘર પર ગોળીબાર કર્યો, જેમાં એક દંપતીનું મૃત્યુ થયું અને બે લોકો ઘાયલ થયા. ત્યારબાદ આતંકીઓ આ જગ્યા તરફ આગળ વયા હતા. બાદમાં કાલી મંડી પહોંચ્યા બાદ એક પરિવારને બાનમાં લેવામાં આવ્યો હતો. ઘણી જહેમત બાદ સેના, પોલીસ અને સુરક્ષા દળોએ બંધકોને છોડાવીને આતંકીઓને ઠાર કર્યા હતા. આ દરમિયાન એક મહિલાએ પણ જીવ ગુમાવ્યો હતો અને આર્મી મેજર સહિત બે લોકો ઘાયલ થયા હતા. હવે સ્થાનિક લોકોને ડર છે કે આતંકવાદીઓ ફરી એકવાર આ માર્ગનો ફાયદો ઉઠાવી રહ્યા છે. જોકે, પોલીસ માત્ર એટલું જ કહી રહી છે કે આવું કંઈ મળ્યું નથી.