મુંબઈ, ૨૦ ફેબ્રુઆરીના રોજ સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો હતો. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા મૂજબ ૨૪ કેરેટ સોનાના ભાવ ઘટીને ૧૦ ગ્રામના ૬૧,૯૯૦ રૂપિયા થઈ ગયા છે. આ પહેલા સોનાના સરેરાશ ભાવ ૬૨,૪૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતા. ચાંદીનો ભાવ ૭૧,૦૦૦ રૂપિયા પ્રતિ કિલો પર યથાવત છે.
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા ભાવ મૂજબ ૨૨ કેરેટ સોનાનો ભાવ ૧૦ ગ્રામ દીઠ ૬૦,૫૦૦ રૂપિયા, ૨૦ કેરેટ સોનાનો ભાવ ૫૫,૧૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ, ૧૮ કેરેટ સોનાનો ભાવ ૫૦,૨૧૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ૨૪ કેરેટ સોનું ૦.૪૫ ટકાના વધારા સાથે ઇં૨,૦૩૩ પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે અને ચાંદી નજીવા ઘટાડા સાથે ઇં૨૩.૦૬ પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.
US ફેડ દ્વારા વ્યાજ દરો સ્થિર રાખવાના નિર્ણય બાદ સોના અને ચાંદીના ભાવ પર દબાણ જોવા મળ્યું હતું અને હાલ તે મર્યાદિત રેન્જમાં ટ્રેડ કરી રહ્યા છે. ૫ એપ્રિલના સોનાના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ ૦.૦૭ ટકાના નજીવા વધારા સાથે ૧૦ ગ્રામના ૬૨,૦૪૬ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા છે. સોનાના વાયદામાં ઉછાળાનું કારણ નવી પોઝિશનનું બનવું છે. ૦૫ માર્ચ, ૨૦૨૪નો ચાંદીનો કોન્ટ્રાક્ટ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે ચાંદી કિલો દીઠ ૭૧,૨૧૫ રૂપિયા પર હતી. ચાંદીના વાયદામાં મંદીનું વલણ પોઝિશનમાં ઘટાડો કરી રહ્યું છે.