સોનુ સૂદે ભારત સરકારને અપીલ કરી છે કે શારીરિક રીતે અક્ષમ લોકોની જરૂરિયાત પર ધ્યાન આપવામાં આવે.

મુંબઇ, સોનુ સૂદે ભારત સરકારને અપીલ કરી છે કે શારીરિક રીતે અક્ષમ લોકોની જરૂરિયાત પર ધ્યાન આપવામાં આવે. તેમને બેસિક ગ્રૅચ્યુઇટી અને મિનિમમ પેન્શન પણ મળી રહે એ માટે પણ તેણે અપીલ કરી છે. કોરોના દરમ્યાન સોનુએ લોકોની ખૂબ જ મદદ કરી હતી. ત્યારથી તે લોકોની મદદ કરતો આવ્યો છે અને તે સતત સેવાનું કાર્ય કરતો રહે છે. સોનુએ હાલમાં જ એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે શારીરિક રીતે અક્ષમ વ્યક્તિ સાથે જોવા મળી રહ્યો છે.

આ વિડિયોમાં સોનુ કહી રહ્યો છે કે ‘આજે હું ધર્મેન્દ્ર સાથે છું જે બિહારથી આવ્યો છે. મને હાલમાં જ ખબર પડી છે કે સરકાર શારીરિક રીતે અક્ષમવ્યક્તિને આપણા દેશમાં ૪૦૦ રૂપિયા આપે છે. તમે લોકો જ વિચારો કે ૪૦૦ રૂપિયામાં એક વ્યક્તિ કેવી રીતે તેનો ખર્ચો કાઢી શકે? હું આપણી અલગ-અલગ ગવર્નમેન્ટને કહેવા માગું છું કે ૪૦૦ રૂપિયામાં કંઈ નથી થતું અને એથી આપણી સરકારને હું અપીલ કરું છું કે આ સ્કીમ હેઠળ જે પૈસા આપવામાં આવે છે એને વધારવામાં આવે. હું નવા

વર્ષમાં આ શારીરિક રીતે અક્ષમ લોકોના હક માટે લડીશ. હું દરેક સ્ટેટ ગવર્નમેન્ટને વિનંતી કરું છું કે તેઓ આ લોકો માટે બેસિક ગ્રૅચ્યુઇટી અને મિનિમમ પેન્શનમાં વધારો કરે જેથી તેઓ તેમની જરૂરિયાત પૂરી કરી શકે.’