સોનિયા ગાંધીને પોતાના પુત્ર રાહુલ ગાંધી અને જમાઇને સેટ કરવાના છે : ભાજપ સાંસદ નિશિકાંત દુબે

નવીદિલ્હી, કેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ બીજા અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર લોક્સભામાં ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ આ પ્રસ્તાવ સદનમાં રજૂ કર્યો છે. પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સૌથી પહેલા ગોડ્ડાના સાંસદ નિશિકાંત દુબેએ ભાજપ તરફથી મોરચો સંભાળ્યો હતો. તેમણે અવિશ્ર્વાસ પ્રસ્તાવનો વિરોધ કર્યો અને કહ્યું કે આ પ્રસ્તાવ એટલા માટે લાવવામાં આવ્યો છે કારણ કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના પુત્ર રાહુલ ગાંધી અને જમાઇને સેટ કરવાના છે

નિશિકાંત દુબેએ કહ્યું, આ અવિશ્ર્વાસ પ્રસ્તાવ શા માટે લાવવામાં આવ્યો છે. સોનિયાજી (ગાંધી) અહીં બેઠા છે… મને લાગે છે કે તેઓએ બે કામ કરવા પડશે – પુત્રને સેટ કરો અને જમાઈને ગિટ આપો… એ જ આ પ્રસ્તાવનો આધાર છે.

દુબેએ લોક્સભામાં જ્યારે આ વાત કહી તો સત્તા પક્ષના સાંસદો હસવા લાગ્યા. તો બીજી તરફ સોનિયા ગાંધી પણ આ સાંભળીને હસી પડ્યા હતા. ત્યારે વિપક્ષના કેટલાક સાંસદોએ આ અંગે વાંધો ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું. બિહારથી ભાજપના સાંસદ સંજય જયસ્વાલે કહ્યું કે, જેમના નામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તેઓ બોલી રહ્યા નથી, તો પછી અન્ય સભ્યો કેમ બોલી રહ્યા છે.

દુબેએ કહ્યું, હું મારી વાત પર અડગ છું. નેશનલ હેરાલ્ડ દ્વારા દાખલ કરવામાં આવેલા આવકવેરાના કેસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, જો તેમાં કંઈ પણ ખોટું થયું હોય તો મારી મેમ્બરશિપ રદ થવી જોઈએ. તેમણે જમાઈનો ઉલ્લેખ કરતા કહ્યું કે સંજય ભંડારીએ વિદેશી કોર્ટમાં નિવેદન આપ્યું છે કે આ ઘર જમાઈનું છે. તેમણે કહ્યું કે જો ગઈકાલના ભાષણમાં ન્યૂઝક્લિકનું નામ ફરીથી સ્થાપિત કરવામાં આવ્યું હોય તો તમને શું સમસ્યા છે?