સોનાનો વાયદા ભાવ ૭૨,૨૦૧ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ,ચાંદી ૮૫,૩૩૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ

અમદાવાદ : સોના-ચાંદીના ભાવમાં આજે મંગળવારે વધારો જોવા મળી રહ્યો છે. સોનાના ઘરેલું વાયદાના ભાવમાં તેજી સાથે કારોબાર થતો જોવા મળ્યો. મંગળવારે સવારે, ૫ જૂન, ૨૦૨૪ ના રોજ ડિલિવરી માટેનું સોનું સ્ઝ્રઠ એક્સચેન્જ પર ૦.૨૪ ટકા અથવા ૧૭૬ રૂપિયાના વધારા સાથે ૭૨,૦૩૧ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું. જયારે ૫ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ ડિલિવરી માટેનું સોનું હાલમાં ૦.૨૧ ટકા અથવા ૧૫૧ રૂપિયાના વધારા સાથે ૭૨,૨૦૧ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું. વૈશ્ર્વિક બજારમાં પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

મંગળવારે સવારે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો.એમસીએકસ એક્સચેન્જ પર, ૫ જુલાઈ, ૨૦૨૪ ના રોજ ડિલિવરી માટેની ચાંદી મંગળવારે સવારે ૦.૫૨ ટકા અથવા ૪૪૪ રૂપિયાના વધારા સાથે ૮૫,૩૩૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી. વૈશ્ર્વિક સ્તરે પણ ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્ર્વિક બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. કોમેક્સ પર સોનાની વૈશ્ર્વિક કિંમત ૦.૨૯ ટકા અથવા ૬.૭૦ના વધારા સાથે ૨,૩૪૯.૭૦ પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. જયારે સોનું હાજર ૦.૨૯ ટકા અથવા ૬.૬૯ ડોલરના વધારા સાથે ૨,૩૪૩.૦૧ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતું જોવા મળ્યું.

વૈશ્ર્વિક સ્તરે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. કોમેક્સ પર ચાંદીની કિંમત ૦.૮૦ ટકા અથવા ૦.૨૩ ડોલરના વધારા સાથે ૨૮.૬૭ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. જયારે ચાંદી હાજર ૦.૯૦ ટકા અથવા ૦.૨૫ ના વધારા સાથે ૨૮.૪૫ પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.