સોનાલી સહગલ માલદીવમાં પતિ સાથે હનીમૂન મનાવી રહી છે

બોલિવૂડ અભિનેત્રી સોનાલી સહગલે તાજેતરમાં તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ બિઝનેસમેન આશિષ સજનાની સાથે લગ્ન કર્યા છે. લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. લગ્નના લગભગ ૨૦ દિવસ બાદ અભિનેત્રી માલદીવમાં પતિ સાથે હનીમૂન માણી રહી છે.

સોનાલી સહગલે તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે. તસવીરોમાં લવબર્ડ્સ ક્રુઝ પર આરામ કરતા જોવા મળે છે. આ દરમિયાન સોનાલી પિંક અને વ્હાઇટ કલરના સ્લિટ ગાઉનમાં જોવા મળી રહી છે. આ દેખાવને વધુ સુંદર બનાવવા માટે તેણે હેર બન બનાવ્યો છે. તો ત્યાં તેનો પતિ આશિષ જાંબલી અને સફેદ કલરના શર્ટમાં જોવા મળી રહ્યો છે.

અભિનેત્રી આ લુક સાથે તેના મંગળસૂત્ર અને વીંટી પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.સોશિયલ મીડિયા પર ચાહકો આ તસવીરોને પસંદ કરી રહ્યા છે અને તેમની ખૂબ પ્રશંસા પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે સોનાલી અને આશિષ છેલ્લા પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જો કે સોનાલીએ આ સંબંધને ગુપ્ત રાખ્યો હતો, કારણ કે સોનાલી તેની અંગત જીવન વિશે કોઈને કહેવા માંગતી ન હતી.

સોનાલી સહગલ ’પ્યાર કા પંચનામા ૨’ થી ચર્ચામાં આવી હતી. સોનાલી લગભગ ૧૨ વર્ષથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. જો કે હજુ સુધી તેને કોઈ સફળતા મળી નથી. વર્ષ ૨૦૧૧માં તેણે પ્યાર કા પંચનામાથી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે વેડિંગ પુલાવ, પ્યાર કા પંચનામા ૨, જય મમ્મી દી જેવી ફિલ્મોમાં જોવા મળી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનાલી ટૂંક સમયમાં નૂરાની ચેહરામાં જોવા મળશે. તેમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને નુપુર સેનન મુખ્ય ભૂમિકામાં છે.