સોનાક્ષી-ઝહીરના રિસેપ્શનમાં પહોંચ્યા અનેક બોલિવૂડ સ્ટાર્સ, વ્હાઇટ સાડીમાં હુમા કુરેશીનો ગ્લેમરસ અંદાજ

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા હવે મિસિસ ઝહીર ઈકબાલ બની ગઈ છે. કપલના રજિસ્ટર્ડ મેરેજ બાદ તેમની રિસેપ્શન પાર્ટી યોજાઇ હતી જેમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા સોનાક્ષી-ઝહીરના રિસેપ્શનમાં અભિનેત્રીના સાસુ અને સસરા પણ પહોંચ્યા હતા. આ દરમિયાન બંને વ્હાઈટ કલરના મેચિંગ આઉટફિટમાં જોવા મળ્યા હતા.

સોનાક્ષી સિન્હાની બેસ્ટ ફ્રેન્ડ હુમા કુરેશી પણ કપલના રિસેપ્શનમાં પહોંચી હતી. જે આ દરમિયાન વ્હાઇટ કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. હુમા કુરેશીના ભાઈ અને અભિનેતા સાકિબ સલીમ પણ સોનાક્ષી-ઝહીરના રિસેપ્શનમાં પહોંચ્યા હતા. જે ગ્રીન કુર્તામાં એકદમ ડેશિંગ લાગી રહ્યા હતા

સોનાક્ષી સિંહા સાથે ફિલ્મ ’દહદ’માં જોવા મળેલા એક્ટર ગુલશન દેવૈયા તેની પત્ની સાથે સોનાક્ષી-ઝહીરના રિસેપ્શનમાં પહોંચ્યા હતા. અભિનેત્રી ઝોયા મોરાનીએ પણ સોનાક્ષી અને ઝહીર ઈકબાલના વેડિંગ રિસેપ્શનમાં હાજરી આપી હતી. દરમિયાન તે ગ્રીન કલરના સૂટમાં જોવા મળી હતી.

બોલિવૂડના એવરગ્રીન એક્ટર અનિલ કપૂરે પણ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના રિસેપ્શનમાં હાજરી આપી હતી. જે આ દરમિયાન બ્લેક લુકમાં જોવા મળ્યા હતા. ચંકી પાંડે પણ આ ભવ્ય રિસેપ્શનનો ભાગ બન્યો હતો. જે રેડ કાર્પેટ પર અનિલ કપૂર સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો સોનાક્ષી-ઝહીરના રિસેપ્શનમાં કાજોલે પણ હાજરી આપી હતી. તેણે ગોલ્ડન અને બ્લેક સાડી પહેરી હતી. હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી સાયરા બાનુ પણ સોનાક્ષી-ઝહીરને આશીર્વાદ આપવા કપલના રિસેપ્શનમાં પહોંચી હતી. જેણે ગ્રીન કલરનો સૂટ પહેર્યો હતો.

અભિનેત્રી વિદ્યા બાલન પણ તેના પતિ સાથે સોનાક્ષી અને ઝહીરની રિસેપ્શન પાર્ટીમાં પહોંચી હતી. આ દરમિયાન બંને બ્લેક આઉટફિટમાં મેચ કરતા જોવા મળ્યા હતા.અભિનેત્રી અદિતિ રાવ હૈદરી પણ તેના મંગેતર સિદ્ધાર્થ સાથે સોનાક્ષી સિંહાના રિસેપ્શનમાં પહોંચી હતી. જે મલ્ટીકલર્ડ લોરલ શરારા સૂટમાં જોવા મળી હતી.