સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નની ચર્ચા ચારે બાજુએ થઈ રહી છે. બંન્નેએ કોર્ટ મેરેજ કર્યા છે, આ સાથે તેનું રિસેપ્શન પણ શાનદાર રહ્યું હતુ. પોતાને ખાસ દિવસને સ્પેશિયલ બનાવવા માટે અભિનેત્રીએ પાણીની જેમ પૈસા વાપર્યા છે.
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ લગ્નના બંધનમાં બંધાય ચુક્યા છે. તેના લગ્નની પાર્ટીમાં બોલિવુડના અનેક સ્ટાર જોવા મળ્યા હતા. ૨૩ જૂનના રોજ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે રિસેપ્શનનું આયોજન કર્યું હતુ. જેમાં સલમાન ખાનથી લઈ રેખા સહિત અનેક બોલિવુડ સ્ટાર જોવા મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે, સોનાક્ષી સિંહાએ પોતાના રિસેપ્શન માટે પાણીની જેમ પૈસા વાપર્યા છે. પાર્ટીમાં રેડ સાડીની સાથે જે ઘરેણા પહેર્યા હતા તે ખુબ મોંઘા હતા. તેની કિંમત જાણી તમે ચોંકી જશે. રિસેપ્શનમાં જે ગળામાં હાર પહેર્યો હતો તે મોતીનો ચોકર હાર હતો તેમજ હાથમાં કડા અને કાનમાં ઈયરિંગ્સ પહેર્યા હતા.
સોનાક્ષી સિંહાએ કરણ જૌહરના બ્રાન્ડના ઘરેણા પહેર્યા હતા. કરણની બ્રાન્ડ ત્યાગીની ઓફિશિયલ વેબસાઈટ પર આ જાણકારી આપવામાં આવી છે. સોનાક્ષી સિંહાએ જે હાર પહેર્યો હતો તેની કિંમત ૪ લાખ ૬૫ હજાર રુપિયા હતી. આ સાથે હાથમાં પહેરેલા કડાની કિંમત ૨ લાખથી વધુ હતી. એટલે કે, સોનાક્ષીએ કરણ જોહરને ૭ લાખથી વધુ રૂપિયા ચૂકવ્યા છે.
સોનાક્ષી સિંહાએ ઝહીર ઈકબાલને જે વીંટી પહેરાવી હતી તેની કિંમતનો ખુલાસો થયો નથી. પરંતુ આની કિંમત પણ ખુબ મોટી હોય શકે છે. સોનાક્ષી સિંહાએ જે લાલ રંગની સાડી પહેરી હતી તેની કિંમત અંદાજે ૮૦ હજાર રુપિયા હતા.સોનાક્ષીનો લાલ રંગની સાડીમાં લુક ચાહકોને ખુબ જ પસંદ આવ્યો હતો. તેમણે કોર્ટ મેરેજમાં ૪૪ વર્ષ જૂની માતાની સાડી પહેરી હતી.