મુંબઇ, બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા હાલમાં વિજય વર્મા, ગુલશન દેવૈયા અને સોહમ શાહ અભિનીત તેની તાજેતરમાં રીલિઝ થયેલી ‘દહાડ’ ની સફળતાને ઇન્જોય કરી રહીછે. અભિનેત્રી ‘દહાડ’ માં સબ-ઇન્સ્પેક્ટર અંજલિ ભાટીની ભૂમિકા ભજવી રહી છે અને સીરીઝમાં તેના અભિનયની ખુબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ સોનાક્ષી સિન્હાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ઘરને સજાવવાનો પ્રયાસ કરતી કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં મુંબઈના એપાર્ટમેન્ટમાંથી દરિયા કિનારાના આકર્ષક નજારાની ઝલક પણ જોવા મળે છે અને તે ખૂબ જ સુંદર છે.
સોનાક્ષી સિન્હાએ એક ફોટો શેર કર્યો છે જેમાં તેના લિવિંગ રૂમમાં સોફા, ટેબલ અને અન્ય ફર્નિચરની વસ્તુઓ ઢાંકેલી જોવા મળે છે. સોનાક્ષી ફર્નિચર સાથે પોઝ આપતી જોવા મળે છે અને બેકગ્રાઉન્ડમાં તેના ઘરમાંથી સમુદ્રનો અદભૂત નજારો જોઈ શકાય છે. આ ફોટોમાં મુંબઈના તેના આ સુંદર ઘરને બતાવવામાં આવ્યું છે અને બાંદ્રા-વરલીની લિંક પણ જોઈ શકાય છે. છેલ્લા ફોટોમાં સોનાક્ષી ફર્નિચરના સામાનને ખોલવાનો પ્રયાસ કરી રહી છે અને અભિનેત્રીએ કેપ્શનમાં જે લખ્યું છે તેની પ્રશંસા કરવી મુશ્કેલ છે.
સોનાક્ષીનું કેપ્શન છે, ‘એડલ્ટ બનવું મુશ્કેલ છે. હું છોડ અને વાસણો, લાઇટ અને ગાદલા, પ્લેટ્સ અને કુશન, ખુરશીઓ અને ટેબલ, ચમચી, સિંક અને કેન સાથે ફરું છું. ઘર બનાવવું સરળ નથી.
વર્ક ફ્રન્ટ પર, સોનાક્ષી સિન્હા આગામી હોરર-કોમેડી ફિલ્મ ‘કાકુડા’માં જોવા મળશે. આ સાથે તે નિક્તિા રોય, અર્જુન રામપાલ, પરેશ રાવલ, સુહેલ નય્યર, અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ‘બડે મિયા છોટે મિયા’માં પણ જોવા મળશે.