
બોલિવુડમાં એવી ચર્ચા થઈ રહી છે કે શત્રુન સિન્હાની દિકરી સોનાક્ષી સિન્હા લગ્ન કરવાની છે. ૧૦ જૂને એ ખબર આવી કે સોનાક્ષી પોતાના રૂમર્ડ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલની સાથે આ મહિને ૨૩ જૂને લગ્ન કરવાની છે. એક તરફ જ્યાં સોનાક્ષી અને ઈકબાલની તરફથી હાલ કોઈ પુષ્ટી નથી કરવામાં આવી તો ત્યાં જ તેમના પિતા શત્રુધ્નનું કહેવું છે કે તેમને હાલ આ વિશે કોઈ જાણકારી નથી.
શત્રુધ્નનું કહેવું છે કે આજકાલ બાળકો પરમિશન ક્યાં લે છે તે તો બસ જાણકારી આપે છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, હું હાલ દિલ્હીમાં છું. ઈલેક્શન રિઝલ્ટ્સ બાદ હું અહીં આવી ગયો હતો. મેં પોતાની દિકરીની પ્લાનિંગ વિશે કોઈ સાથે વાત નથી કરી. જો તમારો સવાલ છે કે શું તેઓ લગ્ન કરી રહ્યા છે? તેનો જવાબ છે કે તેણે મને આ વિશે કંઈ નથી જણાવ્યું. હું પણ એટલું જ જાણું છું જેટલું મીડિયા દ્વારા વાંચ્યું છે.
તેમણે આગળ કહ્યું, જો તે મને વિશ્ર્વાસમાં લેશે તો હું અને મારી પત્ની કપલને પોતાના આશીર્વાદ આપવા માટે તૈયાર છીએ. અમે હંમેશા તેમની ખુશીઓની કામના કરીએ છીએ. તેમણે કહ્યું કે તેમને વિશ્ર્વાસ છે કે સોનાક્ષી પોતાના માટે યોગ્ય નિર્ણય લેશે. ખબરો અનુસાર સોનાક્ષી અને ઝહીર ઘણા લાંબા સમયથી લગ્નની પ્લાનિંગ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા થોડા દિવસોમાં લોક્સભા ચૂંટણીના કારણે તેમને પોતાના લગ્નને ટાળવાનો નિર્ણય લેવો પડ્યો. આ ચૂંટણીમાં સોનાક્ષીના પિતા અભિનેતા-રાજનેતા શત્રુધ્ન સિન્હા પશ્ર્ચિમ બંગાળના આસનસોલથી ટીએમસી પાર્ટીથી ચૂંટણી લડી રહ્યા હતા.