સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, સોનુ પહેલી વખત ૭૦૦૦૦ ને પાર પહોંચ્યું

અમદાવાદ, સોના અને ચાંદીની કિંમત નવી ઊંચાઈ પર પહોંચી ગઈ છે. સ્ઝ્રઠ પર સોનું પહેલી વખતે ૭૦,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના પાર પહોંચી ગયું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ એમસીએકસ પર સોનું એપ્રિલના વાયદામાં આજે ૪ એપ્રિલે ૭૦,૨૪૮ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની નવી ઊંચાઈ પર પહોંચી ગયું છે. બુધવારે એમસીએકસ ગોલ્ડ ૬૯૭૭૮ રૂપિયા પર બંધ થયું હતું. જોકે તેના પહેલા ઈન્ટ્રાડેમાં સોનું ૬૯,૯૯૯ રૂપિયા સુધી પહોંચ્યું હતું. પરંતુ ૭૦,૦૦૦ના સ્તરને પાર ન કરી શક્યું. આ વર્ષે જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી સોનાના ભાવમાં ૬,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામથી વધારેની તેજી આવી ચુકી છે. જાન્યુઆરીની શરૂઆતમાં સોનું વાયદા ૬૩,૬૦૦ રૂપિયાના સ્તરની નજીક ટ્રેડ કરી રહ્યું હતું. ઘરેલુ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૨,૩૦૦ ડોલર પ્રતિ આઉન્સને પાર નિકળી ગયું છે. સોનાની કિંમતોમાં આ તેજી ઘણા કારણોથી છે.

ફેડ ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું છે કે તે આ વર્ષે વ્યાજ દરોમાં ઘટાડો કરશે. જોકે હાલ તે સ્પષ્ટ નથી કે આ ઘટાડો ક્યારે કરવામાં આવશે. પરંતુ એનાલિસ્ટ્સે અનુમાન લગાવ્યો છે કે મે મહિનામાં આ સવાલનો જવાબ મળી જશે. બીજી તરફ ડોલરની કમજોરીનો ફાયદો પણ સોનાની કિંમતોને મળ્યો છે.

સોનાના ઉપરાંત ઘરેલુ બજારમાં ચાંદીની ચમક પણ વધી છે. એમસીએકસ પર ચાંદીનો મેનો વાયદા બજાર ૭૯૭૬૬ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. જે ચાંદીની લાઈફ ટાઈમ હાઈ છે. હાલ ચાંદીની કિંમતોમાં લગભગ ૧ ટકાની તેજી છે.