નવીદિલ્હી,જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમાપા માટે ખુશખબર છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં તેજીની વચ્ચે ઘરેલુ બજારમાં સોનાના ભાવ શુક્રવારે એક વખત ફરી વધી ગયા છે. ઘરેલુ માર્કેટમાં આજે સોનાના ભાવ ૭૦૦ રૂપિયા વધ્યા છે.
દિલ્હીમાં ૧૦ ગ્રામ સોનાના ભાવ ૭૪,૧૮૦ રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. સોનાના ભાવ વધવાથી તે ફરી એક વખત ૭૫,૦૦૦ રૂપિયાની આસપાસ પહોંચી શકે તેવો અંદાજ છે.ત્યાં જ ચાંદી પણ પોતાના પીક લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. ચાંદી ૮૯,૨૦૦ રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું છે.
૧૭મે ૨૦૨૪એ દિલ્હીમાં ૨૨ કેરેટ સોનાની કિંમત લગભગ ૬૮,૦૧૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. ત્યાં જ ૨૪ કેરેટ સોનાના ભાવ લગભગ ૭૪,૧૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. ત્યાં જ આ પ્રકારે મુંબઈમાં ૨૨ કેરેટ સોનાના ભાવ ૬૭,૮૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ, જ્યારે ૨૪ કેરેટ સોનાના ભાવ ૭૪,૦૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. અમદાવાદમાં પણ ૨૨ કેરેટ સોનાની રિટેલ કિંમત ૬૭,૯૧૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ ચાલી રહી છે.
સોનાના વાયદા ભાવની શરૂઆત ઘટાડા સાથે થઈ. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાના બેંચમાર્ક જૂન કોન્ટ્રેક્ટ આજે ૭૩ રૂપિયાના ઘટાડાની સાથે ૭૨,૯૦૭ રૂપિયાના ભાવ પર ખુલ્યું. આ કોન્ટ્રેક્ટ ૨૮ રૂપિયાની તેજીની સાથે ૭૩૦૦૮ રૂપિયાના ભાવ પર વેપાર કરી રહ્યું હતું. આ સમયે તેણે ૭૩૦૦૮ રૂપિયાના ભાવ પર દિવસના ઉચ્ચ અને ૭૨,૮૩૩ રૂપિયાના ભાવ પર દિવસનું નિચલું સ્તર ટચ કરી લીધું.