સોનામાં આગ ઝરતી તેજી, ભાવ ૬૫,૦૦૦ રૂપિયાને પાર, ચાંદી ૭૪૫૦૦ રૂપિયા પ્રતિ કિલો

નવીદિલ્હી, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં ભારે ઉછાળા બાદ તેની અસર સ્થાનિક બજાર પર જોવા મળી રહી છે. રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનું ૬૫,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના ઐતિહાસિક સ્તરને પાર કરી ગયું છે. બિઝનેસ વેબસાઈટ ગુડ રિટર્ન્સ અનુસાર, દિલ્હીમાં ૨૪ કેરેટ સોનું મંગળવારની સરખામણીમાં રૂ. ૨૫૦ મોંઘું થયું છે અને ૬૫,૨૮૦ રૂ.પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયું છે. જ્યારે ચળક્તી ધાતુની ચાંદી ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈને ૭૪,૫૦૦ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.

બુધવાર, ૬ માર્ચે વાયદા બજારમાં સોનામાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. ગઈકાલની સરખામણીએ તેની કિંમતોમાં ૧૦૯ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને હાલમાં તે ૬૪,૭૩૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર છે. ગઈકાલના સત્રમાં સોનું ૬૪,૮૪૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયું હતું. સોનાની જેમ ચાંદી પણ આજે મોંઘી થઈ ગઈ છે અને વાયદા બજારમાં ગઈકાલની સરખામણીએ ચાંદી રૂ.૨૫૧ ઘટીને રૂ.૭૩,૧૨૩ પ્રતિ કિલો પર રહી છે. મંગળવારે ચાંદી રૂ.૭૩,૩૭૪ના સ્તરે બંધ રહી હતી.

૧૦ મોટા શહેરોમાં સોના-ચાંદીના ભાવ,દિલ્હી- ૨૪ કેરેટ સોનું રૂ. ૬૫,૨૮૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી રૂ. ૭૪,૫૦૦ પ્રતિ કિલો.,કોલકાતા- ૨૪ કેરેટ સોનું રૂ. ૬૫,૧૩૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી રૂ. ૭૪,૫૦૦ પ્રતિ કિલો.,ચેન્નાઈ- ૨૪ કેરેટ સોનું રૂ. ૬૫,૮૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી રૂ. ૭૮,૦૦૦ પ્રતિ કિલો છે.,મુંબઈ- ૨૪ કેરેટ સોનું રૂ. ૬૫,૧૩૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી રૂ. ૭૪,૫૦૦ પ્રતિ કિલો છે.,લખનૌ- ૨૪ કેરેટ સોનું રૂ. ૬૫,૨૮૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી રૂ. ૭૪,૫૦૦ પ્રતિ કિલો.,જયપુર- ૨૪ કેરેટ સોનું રૂ. ૬૫,૨૮૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી રૂ. ૭૪,૮૦૦ પ્રતિ કિલો.,પટના- ૨૪ કેરેટ સોનું રૂ. ૬૫,૧૮૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી રૂ. ૭૪,૫૦૦ પ્રતિ કિલો.,પુણે- ૨૪ કેરેટ સોનું રૂ. ૬૫,૧૩૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી રૂ. ૭૪,૫૦૦ પ્રતિ કિલો છે.,અમદાવાદ- ૨૪ કેરેટ સોનું રૂ. ૬૫,૧૮૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી રૂ. ૭૪,૫૦૦ પ્રતિ કિલો.,સુરત- ૨૪ કેરેટ સોનું રૂ. ૬૫,૧૮૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી રૂ. ૭૪,૫૦૦ પ્રતિ કિલો.

મંગળવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં આગલા દિવસની સરખામણીમાં ૮૦૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો અને તે ૬૫,૦૦૦ રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. ચાંદીના ભાવમાં પણ ૯૦૦ રૂપિયાનો વધારો થયો હતો અને તે ૭૪,૯૦૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ટ્રેડિંગ સેશનની સરખામણીમાં સોનું ૦.૫૫ ટકાના વધારા સાથે ઇં૨૧૨૬.૧૮ પર છે.

અમેરિકાની સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાની અટકળો ચાલી રહી છે. આવી સ્થિતિમાં કટના સંકેતને કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં એમસીએક્સમાં સોનાના ભાવમાં રૂ. ૨,૪૦૦થી વધુનો વધારો થયો છે. તેની અસર ભારતીય બજાર પર પણ દેખાઈ રહી છે, જ્યાં ફેબ્રુઆરીમાં સોનાની સરેરાશ કિંમત ૬૨,૦૦૦ રૂપિયા હતી, જ્યારે માર્ચમાં તેની કિંમત વધીને ૬૫,૦૦૦ રૂપિયા થઈ ગઈ છે.