છેલ્લા થોડા સમય પર નજર કરીએ તો સતત સોના અને ચાંદીના ભાવમાં મોટા પાયે ઘટાડો જોવા મળી રહ્યો હતો. ગયા સત્રમાં વધારો નોંધાયા બાદ ભારતીય બજારોમાં આજે ફરીથી સોના અને ચાંદીની કિંમતોમાં વધારો થયો છે. એમસીએક્સ પર ઓક્ટોબરમાં સોનાનો વાયદા ભાવ 0.1 વધીને 50190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે ચાંદી વાયદા ભાવમાં 0.5 ટકા વધીને 60,730 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધ્યું છે.
- ઘટાડા બાદ ફરીથી વધ્યા સોના ચાંદીના ભાવ
- સોના ચાંદીના વાયદા ભાવમાં થયો વધારો
- ભારતીય બજારોમાં આટલા રહ્યા સોના ચાંદીના ભાવ
પાછળના સત્રમાં સોનાની કિંમત એક ટકા એટલે કે 502 રૂપિયા વધ્યા છે. ચાંદીમાં 1360 રૂપિયા એટલે 2.3 ટકા વધ્યો છે. 7 ઓગ્સટના રોજ ભાવ 56200ના ઉંચા સ્તરની તુલનાએ સોનાના ભાવ 6000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઓછા છે. વિશ્લેષકોનું કહેવું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ચેલેન્જને જોતાં સોનાના ભાવને નીચેના સ્તરે સમર્થન મળી શકે છે.
વૈશ્વિક બજારોમાં રહ્યો દમ
વૈશ્વિક બજારમાં નબળા અમેરિકી ડોલરે સોનાની કિંમતોનું સમર્થન કર્યું છે.છેલ્લા સત્રમાં 1.1 ટકા વધ્યા બાદ આજે હાજીર સોનું 0.15 ટકા વધીને 1,883.69 ડોલર પ્રતિ ઓંસ રહ્યું, અન્ય કિંમતી ધાતુમાં ચાંદી આજે 0.1 ટકા ઘટીને 23.68 ડોલર પ્રતિ ઓંસ રહ્યું છે. પ્લેટિનમમાં પણ 0.2 ટકાના ઘટાડા સાથે તે 880.56 ડોલર રહ્યું છે.
ડોલર સૂચકાંક 0.04 ટકા નીચે
ગયા સત્રમાં ઘટાડો નોંધાયા બાદ આજે પ્રતિદ્વંદીઓની સરખામણીએ સૂચકાંક 0.04 ટકા નીચે રહ્યો છે. એક નબળો ડોલર સોનાને અન્ય મુદ્રાના ઘારકો માટે સસ્તું બનાવે છે. ગોલ્ડ ઈટીએફ ઈનફ્લોમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. દુનિયાના સૌથી મોટા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટની હોલ્ડિંગ સોમવારે 0.16 ટકા વધીને 1268.89 ટન થઈ હતી.