નવીદિલ્હી, નવી દિલ્હી: ભારતીય સોની બજારમાં આજે ૧૬ મે ૨૦૨૩ના સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. પરંતુ સોનાના ભાવ ૬૧ હજાર રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામને પાર છે. તો ચાંદીની કિંમત પણ ૭૨ હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. રાષ્ટ્રીય સ્તર પર ૯૯૯ શુદ્ધતાવાળા ૨૪ કેરેટ સોનાની કિંમત ૬૧૦૭૯ રૂપિયા છે, જ્યારે ૯૯૯ શુદ્ધતાવાળી ચાંદીની કિંમત ૭૨૦૧૫ રૂપિયા છે.
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે સોમવારની સવારે ૨૪ કેરેટ શુદ્ધ સોનું ૬૧૨૦૮ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું જે આજે સવારે ૬૧૦૭૯ રૂપિયા પર આવી ગયું છે. આ રીતે શુદ્ધતાના આધાર પર સોનું અને ચાંદી સસ્તી થઈ છે.
સત્તાવાર વેબસાઇટ પ્રમાણે આજે સવારે ૯૯૫ પ્યોરિટીવાળા દસ ગ્રામ સોનાનો ભાવ ઘટીને ૬૦૮૩૪ રૂપિયા પર પહોંચી ગયો છે. તો ૯૧૬ શુદ્ધતાવાળા સોનું (૨૨ કેરેટ) આજે ૫૫૯૪૮ રૂપિયા પર આવી ગયું છે. આ સિવાય ૧૮ કેરેટ સોનાનો ભાવ ૪૫૮૦૯ પર આવી ગયો છે. તો ૫૮૫ (૧૪ કેરેટ) વાળા સોનાનો ભાવ ૩૫૭૩૧ રૂપિયા પર પહોંચી ગયો છે. આ સિવાય એક કિલો ચાંદીનો ભાવ ૭૨૦૧૫ રૂપિયા છે.
શુદ્ધતા સોમવારના રેટ મંગળવારનો ભાવ ભાવમાં ફેરફાર
સોનું (પ્રતિ 10 ગ્રામ) 999 61208 61079 129 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ) 995 60963 60834 129 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ) 916 56067 55948 119 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ) 750 45906 45809 97 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ) 585 35807 35731 76 રૂપિયા સસ્તું
ચાંદી (પ્રતિ 1 કિલો) 999 72455 72015 440 રૂપિયા સસ્તી
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી કિંમતોથી અલગ-અલગ પ્યોરિટીના સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ દરેક ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. આઈબીજેએ દ્વારા જારી ભાવ દેશભરમાં સર્વમાન્ય છે, પરંતુ તેની કિંમતમાં જીએસટી સામેલ હોતું નથી. નોંધનીય છે કે ઘરેણા ખરીદતા સમયે સોના કે ચાંદીના ભાવ ટેક્સ લાગવાથી વધુ હોય છે.