
અમદાવાદ : સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીમાં અઠવાડિયાના પહેલા જ દિવસે કડાકો જોવા મળ્યો હતો પરંતુ ગઈ કાલે સોના અને ચાંદીમાં તેજીનો માહોલ જોવા મળ્યો અને આજે પાછા ભાવ તૂટ્યા. સોનું અને ચાંદી જો લેવાનું વિચારતા હોવ તો આજના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઈટ મુજબ ૯૯૯ પ્યોરિટીવાળું ૧૦ ગ્રામ ગોલ્ડ ગઈ કાલે ૬૦૦૯૬ રૂપિયાની સપાટીએ બંધ થયા હતા. જે આજે બજાર ખુલતા જ ૧૩૯ રૂપિયા ઘટીને ૫૯૯૫૭ રૂપિયાના સ્તરે પહોંચી ગયો. ૯૯૫ પ્યોરિટીવાળું ગોલ્ડ પણ ૧૩૯ રૂપિયા ઘટીને હાલ ૫૯૭૧૭ રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યો છે. જ્યારે ૯૧૬ પ્યોરિટીવાળું ૧૦ ગ્રામ સોનું ૧૨૬ રૂપિયા ઘટીને ૫૪૯૨૧ રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી ૪૩૪ રૂપિયા ઘટીને પ્રતિ કિલો ૭૧૪૭૦ રૂપિયાના સ્તરે જોવા મળી છે.
કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. ૨૨ કેરેટ અને ૧૮ કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે ૮૯૫૫૬૬૪૪૩૩ પર મિસ્ડ કોલ કરી શકો છો. જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને ૨૪ કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે ૨૨ કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. ૨૪ કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર ૯૯૯ અંક લખેલો જોવા મળશે. જો કે ૨૪ કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. ૨૨ કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં ૯૧૬ લખેલું હશે. ૨૧ કેરેટ સોનાની જ્વેલરી પર ૮૭૫ લખેલું હશે. ૧૮ કેરેટના દાગીના પર ૭૫૦ લખેલું હશે. જ્યારે ૧૪ કેરેટના દાગીના પર ૫૮૫ લખેલું જોવા મળશે.