અમદાવાદ, ઇન્ટરનેશનલ ગોલ્ડ રેટ ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવમાં વધ-ઘટ થતા તેની સીધી અસર ભારતમાં સોના-ચાંદીના માર્કેટ પર પડે છે. જેના લીધે આજે અમદાવાદમાં સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આજે બુધવારે સોનાનું માર્કેટ તેજી સાથે ખુલતા જ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જો તમે આજે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ પહેલા જાણી લો આજનો સોના-ચાંદીનો ભાવ.
અમદાવાદમાં ચાલી રહેલા સોનાના ભાવ વિશે વાત કરવામાં આવે તો સોનાનો ભાવ ૬૨,૭૯૦ રૂપિયાએ પહોંચ્યો છે. જે ગઈકાલના ભાવ કરતા વધુ છે. જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવમાં આજે વધારો જોવા મળ્યો છે. એટલે કે આજે ચાંદીના ભાવ વધીને ૭૫,૭૦૦ રૂપિયા નોંધાયો છે.
બીજી તરફ આજનો ૨૨ કેરેટ સોનાનો ભાવ રાજકોટમાં ૫૭,૬૫૦ રૂપિયા અને સુરતમાં ૫૭,૬૫૦ રૂપિયા નોંધાયો છે. જે ગઈકાલના ભાવ કરતા પ્રમાણમાં વધુ છે. જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો રાજકોટ અને સુરતમાં ચાંદીનો ભાવ વધીને ૭૫,૭૦૦ રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે.