સનરાઈઝર્સ હૈદરાબાદનો આગામી આઈપીએલ ૨૦૨૩ સીઝનનો દક્ષિણ આફ્રિકાના બેટર એઈડન માર્કરામ કેપ્ટન રહેશે

મુંબઇ,

સનરાઈઝર્સ હૈદરાબાદે આગામી આઈપીએલ ૨૦૨૩ સીઝન માટે દક્ષિણ આફ્રિકાના બેટર એઈડન માર્કરામને તેમનો કેપ્ટન બનાવવાનો નિર્ણય કર્યો છે. માર્કરામે તાજેતરમાં પ્રારંભિક જીછ ૨૦ ખિતાબ માટે સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપનું નેતૃત્વ કર્યું હતું. માર્કરામે સિસ્ટર ફ્રેન્ચાઈઝી, સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ સાથે જબરદસ્ત સફળતા હાંસલ કરી છે. તેઓ હવે ૨૯ વર્ષીય હવે કેન વિલિયમસન પાસેથી કમાન સંભાળી લેશે. વિલિયમસને કુલ ત્રણ સીઝન માટે ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કર્યું હતું.

માર્કરામે માટે ગત સિઝનમાં ૧૪ મેચોમાં ૪૭.૬૩ની એવરેજથી ૩૮૧ રન બનાવ્યા હતા. સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ તરફથી રમતા, દક્ષિણ આફ્રિકાના બેટરે જો’બર્ગ સુપરકિંગ્સ સામે સેમિફાઈનલમાં સો ફટકાર્યા હતી જેને કારણે તેઓને ફાઇનલમાં પહોંચવામાં મદદ મળી હતી અને તેમણે પ્રિટોરિયા કેપિટલ્સને હરાવીને જીછ ૨૦ ટાઈટલ જીત્યું હતું.

સનરાઇઝર્સ હૈદરાબાદ સિવાય અન્ય ટીમના કેપ્ટનની સૂચિ નીચે મુજબ છે.

ચેન્નાઇ સુપર કિંગ્સ  મહેન્દ્ર સિંહ ધોની

મુંબઇ ઇન્ડિયન્સ -રોહિત શર્મા

રોયલ ચેલેન્જર્સ બેંગલોર  ફાફ ડુપ્લેસીસ

કોલકાતા નાઇટ રાઇડર્સ  શ્રેયસ ઐયર

ગુજરાત ટાઇટન્સ  હાર્દિક પંડ્યા

પંજાબ કિંગ્સ  શિખર ધવન

રાજસ્થાન રોયલ્સ  સંજુ સેમ્સન

લખનઊ સુપર જાયન્ટ્સ  કે. એલ. રાહુલ

ૠષભ પંતનો અકસ્માત થવાથી આઇપીએલ ૨૦૨૩માં તે રમી નહીં શકે, તેથી દિલ્હી કેપિટલ્સની કપ્તાની ડેવિડ વૉર્નરને મળી શકે છે.