ગીરસોમનાથ, ર સોમનાથ જિલ્લાના જુના પ્રભાસ તીર્થ ખાતે દેવાધિદેવ મહાદેવની વિશેષ આરાધના કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૪૦૦ પાર સંકલ્પને સિદ્ધ કરવા માટે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું
સમગ્ર ભારત દેશમાં લોક્સભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અબકી બાર ૪૦૦ કે પારનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે.ભાજપ તેમજ સાથી પક્ષોનો ૪૦૦થી વધુ બેઠકો પર વિજય થાય તે માટે આ સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે.ત્યારે પ્રભાસતીર્થમાં જુના સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમપુરા તીર્થ પુરોહિત સમુદાય દ્વારા નરેન્દ્ર મોદીનો સંકલ્પ સાકાર થાય તે માટે મહાદેવની વિશેષ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વિશેષ મહાપૂજામાં વર્તમાન સાંસદ તેમજ જૂનાગઢ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.