
સોમનાથ, રાજ્યમાં સૌથી વધુ દર્શનાર્થીઓ ધરાવતા સોમનાથ મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આમ છતાં, ગત વર્ષે સોમનાથ મંદિર ટ્રસ્ટની ૪૬ કરોડ રૂપિયાની આવક થઈ હતી. જેના પગલે સોમનાથ ટ્રસ્ટની મિલકત આશરે ૨૫૦ કરોડથી વધીને ૩૨૧ કરોડએ પહોંચી હતી.કોરોનાના કહેર પેહલાના સામાન્ય દિવસોમાં જ્યારે રોજના ૮થી ૧૦ હજાર લોકો સોમનાથ મહાદેવના દર્શને સોમનાથ મંદિરમાં પ્રવેશતા હતા
૧૯ માર્ચથી કોરોના અને લોકડાઉનને કારણે મંદિર દર્શન માટે બંધ થયા બાદ જ્યારે ૮ જૂનથી મંદિર લોકો માટે ખુલ્યું ત્યારથી રોજના મહત્તમ ૩થી ૪ હજાર લોકો જ દર્શને આવે છે.૧૯ માર્ચ થી ૮ જૂન સુધીના સમયગાળામાં ૨ મહિના અને ૨૦ દિવસ સુધી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહ્યા બાદ જ્યારે મંદિરના દ્વાર ખુલ્યાને ચાર મહિના પસાર થયા છે. પણ હજુ સુધી સોમનાથ મંદિરમાં દર્શનાર્થે આવતા લોકો અને પ્રવાસીઓની સંખ્યામાં ઉણપ જોવા મળી રહી છે.જે સોમનાથના પ્રવાસન ઉપર ગુજરાન ચલાવતા આશરે ૧૫૦૦ પરિવારો પણ બેકારીનો સામનો કરી રહ્યા છે. તેમ છતાં દેવાધિ દેવ સોમનાથ મહાદેવ મંદિરની આવકમાં દર વર્ષ સતત વધારો થયો છે.