મોગાદિશુ,
સોમાલિયામાં આતંકી હુમલાની મોટી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં આતંકીઓએ એક હોટલમાં ઘુસીને અનેક લોકોને બંધક બનાવ્યા હતા. અને, આતંકીઓએ ૮ લોકોની નિર્મમ હત્યાને અંજામ આપ્યો હતો. આ ઘટના સોમાલિયાની રાજધાની મોગાદિશુની હોટલમાં બની હતી. આ હોટલમાં આતંકીઓ ઘુસી ગયા હતા અને લોકોને ૧૯ કલાકથી વધારે સમય સુધી બંધક બનાવી રાખ્યા હતા.
આ ઘટનાને લઇને પોલીસે મીડિયાને આપેલી માહિતી પ્રમાણે વિલા રોઝા હોટલમાં ઓપરેશન દરમિયાન તમામ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. અને, આ ઘટના દરમિયાન એક સુરક્ષા કર્મીનું પણ મોત થયું હતું. વધુમાં પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી છેકે હોટલમાં આતંકીઓની ચુંગાલમાંથી ૬૦ લોકોને મુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ ૬૦ લોકો તમામ રીતે સુરક્ષિત છે. તેમને કોઇ ઇજા પણ પહોંચી નથી. જોકે આ ઘટનામાં કોઇ ગુમ થયું છેકે નહીં તે અંગે કોઇ અહેવાલો પ્રાપ્ત થયા નથી. પોલીસ પ્રવક્તા ડોડિશના જણાવ્યા અનુસાર, પાંચ હુમલાખોરોને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. જ્યારે છઠ્ઠા આતંકીઓ પોતાની જાતને બોંબથી ઉડાવી દીધો હતો. ઈસ્લામિક આતંકવાદી જૂથ અલ શબાબે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
આતંકી સંગઠન અલ શબાબે આ મામલે કહ્ય્ં હતું કે આતંકીઓએ હોટલ પર હુમલો કર્યો છે. અને અમારું સંગઠન સોમાલિયા દેશમાં શાસન કરવાની ખેવના ધરાવે છે. અમારું આતંકવાદી સંગઠન અને અમારા લડવૈયાઓ સોમાલિયાના મોગાદિશુ અને અન્ય સ્થળો પર વારંવાર હુમલાઓ કરે છે. મોગાદિશુમાં સરકારી અધિકારીઓ વારંવાર મીટિંગ માટે વિલા રોઝ હોટેલની મુલાકાત લે છે. કેટલાક અધિકારીઓ પણ ત્યાં રહે છે. રિપોર્ટ અનુસાર એક ઓફિસરે હોટલમાં બોમ્બ બ્લાસ્ટનો અવાજ પણ સાંભળ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે બધું જ સુન્ન થઈ ગયું.
નોંધનીય છેકે વારંવાર આતંકી હુમલાને પગલે સોમાલિયાની સરકારે સુરક્ષા દળો, આફ્રિકન યુનિયનના સૈનિકો અને યુએસ એરસ્ટ્રાઇક્સની મદદથી આતંકીઓ સામેથી કાર્યવાહી હાથ ધરી છે. ઓક્ટોબરમાં, સોમાલિયાના શિક્ષણ મંત્રાલય પાસે બે કાર બોમ્બ વિસ્ફોટ કર્યા હતા, જેમાં ૧૨૦ લોકો માર્યા ગયા હતા. ઑક્ટોબર ૨૦૧૭ માં, આ જ આંતરછેદ પર એક ટ્રક બોમ્બ વિસ્ફોટમાં ૫૦૦ લોકોના મોત થયા, જે સૌથી ભયંકર હુમલો હતો.