સોલામાં એસ.જી.હાઈવે પર ભાગવત વિદ્યાપીઠ બ્રિજ નીચેથી કારમાં દારૂ ભરીને વઈ જવાતો હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓને મળી હતી. આ માહિતીને આધારે પોલીસે બ્રિજ પાસે જાળ બિછાવી હતી. જેમાં પોલીસે કાર અટકાવીને તેમાંથી ૨,૩૬,૭૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂ અને કાર મળીને કુલ રૂ. ૧૦,૬૬,૭૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે કારના ડ્રાઈવર અને રાજસ્થાનના રહેવાસી રૂપારામ ઉર્ફે રૂપકિશોર જાટ અને હેલ્પર જસારાજ જાટની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય બે આરોપી ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે. જેમાં પોલીસે દારૂનો જથ્થો મોકલનારા પવનગિરી ઉર્ફે પવન મહારાજ અને સેટેલાઈટમાં દારૂનો જથ્થો મગાવનારા શખ્સની શોધ હાથ ધરી છે.