શોએબ મલિક પર મેચ ફિકસીંગ કરવાનો આરોપ લગાવાયો

શોએબ મલિક હાલમાં તેના ત્રીજા લગ્નને લઈને ચર્ચામાં છે. પરંતુ, હવે તે એક નવા કારણથી ચર્ચામાં છે. આ વખતે શોએબ મલિક ક્રિકેટના મેદાન પર પોતાની હરકતો માટે લોકોની નજરમાં હોય તેવું લાગી રહ્યું છે. વાસ્તવમાં આ મામલો બાંગ્લાદેશ પ્રીમિયર લીગ સાથે સંબંધિત છે.

શોએબ મલિક છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. જો કે, આ વખતે તે સમાચારમાં છે તેનું કારણ ન તો તેના ત્રીજા લગ્ન છે કે ન તો કોઈ ક્રિકેટ રેકોર્ડ. આ વખતે પાકિસ્તાન ક્રિકેટનો આ દિગ્ગજ ખેલાડી બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં તેના દ્વારા ફેંકવામાં આવેલી એક ઓવરને કારણે ચર્ચામાં છે, જેમાં તે વારંવાર એક જ ભૂલનું પુનરાવર્તન કરતો જોવા મળ્યો હતો.

શોએબ મલિકે આખી મેચમાં માત્ર 6 બોલ નાખ્યા પરંતુ કાયદેસર રીતે બોલિંગ કરવામાં માત્ર એક જ ભૂલ 3 વખત કરી. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. તેથી બાંગ્લાદેશના મેદાન પર શોએબ મલિકે જે કર્યું તે કોઈનાથઈ છુપાયું નથી અને હવે નવા લગ્ન પછી તરત જ મલિક પર એક ગંભીર આરોપ લાગ્યો છે.

બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં 22 જાન્યુઆરીએ ફોર્ચ્યુન બરીશાલ અને ખુલના ટાઈગર્સ વચ્ચે મેચ હતી. આ મેચમાં શોએબ ફોર્ચ્યુન બરીશાલ તરફથી રમી રહ્યો હતો. તેણે માત્ર એક ઓવર નાખી જે આખી મેચની સૌથી મોંઘી ઓવર તો ન હતી, પરંતુ તે શોએબ માલિકની એકસમાન ભૂલોથી ભરેલી હતી.

મેચમાં ફોર્ચ્યુન બરીશાલે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 187 રન બનાવ્યા હતા. જવાબમાં જ્યારે ખુલના ટાઈગર્સ ટીમ 188 રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરી ત્યારે ફોર્ચ્યુન બરીશાલ તરફથી શોએબ મલિક પોતાની ઈનિંગની ચોથી ઓવર ફેંકવા આવ્યો હતો. શોએબ મલિકે આ ઓવરમાં 3 નો બોલ ફેંક્યા હતા.

શોએબે પ્રથમ 2 બોલમાં 5 રન આપ્યા હતા. આ પછી ત્રીજો બોલ ડોટ તરીકે ફેંકવામાં આવ્યો હતો. ચોથો બોલ નો બોલ હતો, જેને તેણે ફરીથી ફેંક્યો અને તેના પર કોઈ રન ન આપ્યો. પાંચમો બોલ પણ ડોટ હતો. પરંતુ, ઓવરનો છેલ્લો બોલ કાયદેસર રીતે ફેંકતી વખતે તેણે બે નો બોલ ફેંક્યા. એટલું જ નહીં આ બોલ પર 6 રન પણ આવ્યા હતા. પછી જ્યારે તે છેલ્લો બોલ કાયદેસર રીતે ફેંકવા આવ્યો ત્યારે સામે બેટ્સમેને સિક્સર ફટકારી. આ રીતે શોએબ મલિકે 3 વખત નો બોલ ફેંકી 18 રન આપ્યા હતા.

શોએબ મલિકની આ ઓવરમાં જે થયું તે ખુલના ટાઈગર્સ માટે મેચ જીતવામાં મદદરૂપ સાબિત થયું. ખુલના ટાઈગર્સે 8 વિકેટે મેચ જીતી લીધી હતી. મેચ બાદ શોએબ મલિકની આ ઓવર ફિક્સ હતી એવી ચર્ચા શરૂ થઈ હતી. સોશિયલ મીડિયા પર લોકોએ શોએબ મલિકના ત્રણ નો બોલને મેચ ફિક્સિંગ સાથે જોડી દીધું હતું.