સોશીયલ મીડીયા ઉપર આખલા ઉપર એસીડ ફેકવા અંગેના વાચરલ થયેલ મેસેજની સત્યતા બાબત

વેજલપુર,

સોશીયલ મીડીયા ઉપર જાહેર જનતા દ્વારા વેજલપુર ગામ પાસે બીનવારસી તરીકે ફરતા આખલા ઉપર એસીડ ફેકવામાં આવેલ છે અને તેને પશુ એમ્બ્યુલન્સમાં પરવડી પાંજરાપોળ ખાતે લાવેલ છે અને ડોક્ટરે આખલાની દવા સારવાર ચાલુ કરી દિધેલ છે અને હાલમાં સારૂ છે તથા આખલાના ફોટા મેસેજ સાથે વાયરલ કરેલ છે. જે આધારે વેજલપુર પોલીસ દ્વારા સદર વાયરલ મેસેજની સત્યતા ચકાસવા સારૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ કરતા જાણવા મળેલ કે વેજલપુર પો.સ્ટે. વિસ્તારના મોટી ભાદરોલી ખાતે છેલ્લા બે દિવસથી એક આખલો હિંસક બની ગામના પશુઓને અડફેટે લઈ ઈજાઓ પહોંચાડતો હતો. જેથી આખલાના પીઠના ભાગે કોઈ અજાણ્યા ઈસમે જવલનશીલ પ્રવાહી નાખી આખલાને ગામમાંથી ભગાડવાની કોશીષ કરેલ હતી. જે સબંધે ગામના જાગૃત નાગરીકે જીવદયા ટ્રસ્ટ પાંજરાપોળ ગોધરા ખાતે ફોન કરી આખલાને થયેલ ઈજાની જાણ કરતા પાંજરાપોળથી ટીમ આવતા આખલાને સારવાર કરી પાંજરાપોળ ગોધરા ખાતે સારવાર હેઠળ રાખવા સારૂ લઈ ગયેલ છે અને આ હિંસાત્મક પ્રવૃતિ કરનાર અજાણ્યા ઈસમની તપાસ હાલમાં ચાલુ છે અને મળી આવ્યેથી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવે છે.