દાહોદ,દાહોદ જિલ્લાની એક સરકારી શાળાના શિક્ષક સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરી સરકારી શાળાના અનેક ગરીબ વિદ્યાર્થીઓ માટે મદદરૂપ બન્યા છે. ચંદવાણાની સરકારી શાળાના શિક્ષકે શાળાના બાળકોને અપાતા સિઝનલ ફ્રૂટના ફોટો પોસ્ટ કર્યા હતા. તે જોઈને અનેક નામી-અનામી દાતાઓ હવે શાળાના બાળકોને ફ્રુટ આપવા માટે આગળ આવ્યા છે. સરકારી શાળાના ગરીબ બાળકોને હવે કેરી, કેળા, ચીકું, દ્વાસ સંતરા જેવા ફ્રુટ મળતા થયા છે. માર્ચ મહિનાથી શરૂ થયેલા આ સેવાકાર્યમાં અત્યાર સુધીમાં 19 વખત દાતાઓ દ્વારા શાળાના બાળકોને ફ્રુટ આપવામાં આવ્યું છે. સોશિયલ મીડિયાનો સદઉપયોગ : દાહોદના ચંદવાણાના શિક્ષકની એક પોસ્ટથી સરકારી શાળાના ગરીબ બાળકોને ભોજન સાથે ફ્રૂટ મળતા થયા.
દાહોદ જિલ્લાની એક સરકારી શાળાના શિક્ષક સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરી સરકારી શાળાના અનેક ગરીબ વિદ્યાર્થીઓ માટે મદદરૂપ બન્યા છે. ચંદવાણાની સરકારી શાળાના શિક્ષકે શાળાના બાળકોને અપાતા સિઝનલ ફ્રૂટના ફોટો પોસ્ટ કર્યા હતા. તે જોઈને અનેક નામી-અનામી દાતાઓ હવે શાળાના બાળકોને ફ્રુટ આપવા માટે આગળ આવ્યા છે. સરકારી શાળાના ગરીબ બાળકોને હવે કેરી, કેળા, ચીકું, દ્વાસ સંતરા જેવા ફ્રુટ મળતા થયા છે. માર્ચ મહિનાથી શરૂ થયેલા આ સેવાકાર્યમાં અત્યાર સુધીમાં 19 વખત દાતાઓ દ્વારા શાળાના બાળકોને ફ્રુટ આપવામાં આવ્યું છે.
બોકસ: સેવાભાવી શિક્ષકના સોશિયલ મીડિયામાં હજારો ફોલોઅર્સ….
દાહોદ તાલુકાના ચંદવાણા ગામના ડામોર ફળિયામાં આવેલી વર્ગ પ્રાથમિક સરકારી શાળામાં જિગ્નેશ સંચાણિયા શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તે યુવાન છે અને આજના યુવાનોની માફક તે પણ સોશિયલ મીડિયાના પ્રભાવમાં છે. જો કે સોશિયલ મીડિયાનો સદઉપયોગ કેેવી રીતે થઇ શકે તે આ શિક્ષક પાસેથી શીખવા જેવુ છે. આ શિક્ષક ફેસબુક પર તેના 9 હજાર ફોલોઅર્સ ધરાવે છે તેમજ ઇન્સ્ટાગ્રામ પર તેમના 2 હજારથી વધુ ફોલોઅર્સ હોવાનું તેમણે જ જણાવ્યુ છે. જો કે સોશિયલ મીડિયાના ફોલોઅર્સનો તેમને કેટલો લાભ થયો છે તે જાણવું રસપ્રદ છે. ફળો આપવાના ફોટો પોસ્ટ કર્યાને ફોલો ફ્રેન્ડ દ્વારા સહયોગ શરૂ થયો.
ચંદવાણાની પ્રાથમિક શાળામાં 300 થી વધુ ગરીબ આદિવાસી બાળકો અભ્યાસ કરે છે. તેઓને મધ્યાહ્ન ભોજન યોજનાના મેનુ મુજબ દરરોજ એક ટાઇમ શાળામાં જ ભોજન આપવામાં આવે છે. કારણ કે બાળકોને શાળામાં જ ભોજન આપવામાં આવે તો પરિવારને પણ ફાયદો થાય છે તેમજ બાળકોને પોષણ પણ મળી શકે છે. ત્યારે જિગ્નેશ સંચાણીયાને એવો વિચાર આવ્યો કે બાળકોને મધ્યાહ્ન ભોજન સાથે વધારાનું શું આપી શકાય ? જેથી બાળકોને વધુ પોષક તત્વો મળે બીજી તરફ હાલમાં ઉનાળો શરૂ થઇ ચુક્યો છે. ત્યારે પાણીજન્ય ફળફળાદી આપવાનુ આ શિક્ષક દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.
હવે ફળફળાદિ ભોજનની સાથે આપવાનું શરૂ કર્યા બાદ શિક્ષક દ્વારા તેના ફોટોગ્રાફસ અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવતા હતા. આ પોસ્ટ જોઇને શિક્ષકના ફોલોઅર્સ દ્રારા આ કામગીરીમાં રૂચિ બતાવવામાં આવી હતી. એક પછી એક કેટલાયે ફોલોઅર્સ દ્વારા બાળકોને ફળ ફળાદિ આપવા સહાય શરૂ કરવામાં આવી છે. ગામડાના બાળકો દ્રાક્ષ, ચીકુ, નારંગી પછી હવે કેરીની મઝા પણ માંણી રહ્યા છે. તારીખ 1 માર્ચથી આજ દિન સુધીમાં બાળકોને 19 વખત નામી અનામી દાતાઓના સહયોગથી ફળફળાદિ આપી શકાયા છે. જેમાં દ્રાક્ષ, ચીકુ, નારંગી તેમજ હવે કેરી પણ બજારમાં આવી જતા ગરીબ બાળકોને ભોજન સાથે જુદા જુદા ફળનો રસાસ્વાદ માંણવા પણ મળી રહ્યો છે. આગામી દિવસોમા પણ સહયોગ યથાવત જ રહેશે અને આ સિવાય પણ અન્ય રીતે પણ બાળકોને મદદ કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં લોહીની ઉણપના સંખ્યાબંધ દર્દી
દાહોદ જિલ્લામાં સીકલસેલ એનેમિયાનો ભોગ બનનારાની ઘણી મોટી સંખ્યા છે. જેમાં સવિશેષ મહિલાઓ હોય છે. ત્યારે આ રોગ વારસાગત હોવાથી બાળકોમાં પણ સીકલસેલ એનેમીયાના કારણે લોહીની ઉણપ જોવા મળે છે. ત્યારે સરકાર દ્વારા મધ્યાહ્ન ભોજન અને પીએમ પોષણ યોજનાના માધ્યમથી બાળકો અને ખાસ કરીને તરૂણીઓમાં લોહીની ઉણપ દુર કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે પ્રાથમિક શાળાના બાળકોને જ ભેોજન સાથે ફળ ફળાદિ નિયમિત રીતે મળી શકે તો તેમના શરીરમાં જરૂરી તત્વો મળી શકે છે.
બોકસ: આચાર્ય,સાથી શિક્ષક અને ફળના વેપારી પણ સહયોગ કરે છે…..
શિક્ષક જિગ્નેશ સાંચલીયાના જણાવ્યા પ્રમાણે તેમના આ કાર્યમાં તેમના આચાર્ય ધર્મેન્દ્ર પંચાલ તેમજ શિક્ષક મેલ્વિન ગામીતની સાથે ફળફળાદિના વેપારી ઓમપ્રકાશભાઇને વિશેષ સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે. તેમના શોશિયલ મિડીયના મિત્રોએ જ આ શુભ કાર્યો માટે આર્થિક સહાય કરી રહ્યા છે. તેવા સમયે કોઇના જન્મ દિવસ, કોઇ સ્વજનની પૂણ્યતિથિ નિમિત્તે પણ બાળકોને ફળફળાદિનું વિતરણ કરવા માટે પહેલ કરવામાં આવી રહી છે.