ડોકી નાના કાળીયા પ્રા.શાળના મઘ્યાહન ભોજન કેન્દ્રમાં છેલ્લા બે માસથી ચણાનો જથ્થો ફાળવવામાં આવ્યો નથી. નવા મેનુ પ્રમાણે અઠવાડિયામાં ત્રણ દિવસ ચણાનુ શાક બાળકોને આપવા માટે મેનુમાં દર્શાવવામાં આવ્યુ છે પરંતુ આ ચણાનો જથ્થો ફાળવવામાં ન આવતા જાણે મેનુમાંથી ચણા ગાયબ થયા હોય તેમ ડોકી નાના કાળીયા પ્રા.શાળાના મઘ્યાહન ભોજન સંચાલક દ્વારા બાળકોને ખીચડી બનાવી અને આપવામાં આવતી હોય છે. જેથી સરકારના મેનુમાંથી જાણે નાના કાળીયા પ્રા.શાળામાં ચણાનો જથ્થો ગાયબ થઈ ગયો હોય તેમ બાળકોના હકકનો કોળિયો છીનવાઈ રહ્યો છે. બાળકોનુ ભોજન મેનુ પ્રમાણે બનાવવામાં આવે છે કેમ તેની જવાબદારી શાળાના આચાર્ય અને તેની સમિતિની પણ હોય છે. તો આ બે માસથી ચણાના જથ્થા વગર બાળકોને ભોજન અપાઈ રહ્યુ છે.