વડાપ્રધાન મોદીએ સતત ત્રીજીવાર દેશના વડાપ્રધાન પદ માટે શપથ લઈ હતાં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત સોગંદ વિધિ સમારંભમાં મંત્રીઓએ સોગંદ લીધા હતાં ત્રીજી વારના કાર્યકાળમાં સરકારમાં અનેક નવા ચહેરાને સામેલ કરવામાં આવ્યા છે. જયારે સ્મૃતિ ઈરાની અને અનુરાગ ઠાકુર તથા નારાયણ રાણે, પરશોત્તમ રુપાલા, દેવુસિંહ ચૌહાણ સહિત અનેક જાણીતા ચહેરાઓને પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવ્યા નથી.
મોદી સરકારના ત્રીજીવારના કાર્યકાળમાં બે પૂર્વ મુખ્યપ્રધાનને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ સાથે હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર સામેલ છે
વર્તમાન અને પૂર્વ મંત્રીઓને કેબિનેટમાં સ્થાન મળ્યું નથી તેમાં નારાયણ રાણે (ચૂંટણી જીત્યા પણ સ્થાન નથી),અનુરાગ ઠાકુર (ચૂંટણી જીત્યા પણ સ્થાન નથી),પરશોત્તમ રૂપાલા (ચૂંટણી જીત્યા પણ જગ્યા નથી),અર્જુન મુંડા (ચૂંટણી હારી ગયા),સ્મૃતિ ઈરાની (ચૂંટણી હાર્યા),આરકે સિંહ (ચૂંટણી હારી ગયા),મહેન્દ્ર નાથ પાંડે (ચૂંટણી હાર્યા) આ ઉપરાત રાજ્ય કક્ષા પ્રધાનોમાં અશ્ર્વિની કુમાર ચૌબે (ચૂંટણી લડી ન હતી),વીકે સિંહ (ચૂંટણી લડી ન હતી),સાવી નિરંજન જ્યોતિ (ચૂંટણી હાર્યા),સંજીવ બાલિયાન (ચૂંટણી હાર્યા),રાજીવ ચંદ્રશેખર (ચૂંટણી હારી ગયા),દર્શના જરદોશ (ટિકિટ મળી નહોતી),વી મુરલીધરન (ચૂંટણી હાર્યા),મીનાક્ષી લેખી (ટિકિટ મળી નહોતી) દેવુસિંહ ચૌહાણ (ચૂંટણી જીત્યા પણ સ્થાન નથી) સામેલ કરવામાં આવ્યા નથી..