સલમાન ખાન ફાયરિંગ ઘટના બાદ ઘર બદલશે,ફિલ્મના શૂંટિગ નહી કરે,સલીમ ખાન

મુંબઇ, સલમાનખાનના ઘર પાસે ફાયરિંગની ઘટના બનતા તેના ફેન્સને મોટો આંચકો લાગ્યો છે. ૧૪ એપ્રિલના રોજ સલમાનના મુંબઈ સ્થિત ગેલેક્સી ઘર પર રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનાને પગલે ફિલ્મ જગતમાં સનસનાટી મચાવી હતી. આ ઘટનામાં પરિવારના કોઈ સભ્યને ઇજા પંહોચી નથી. પોલીસે હુમલાખોરો વિરુ્દ્ધ આપીસીની કલમ ૩૦૭ હેઠળ ગુનો નોંધ્યો છે. જો કે ફાયરિંગની ઘટના સામે આવ્યા બાદ ફેન્સ સલમાનખાનને ઘર બદલવા તેમજ ફિલ્મ શૂંટિગ ના કરવાની સલાહ આપી રહ્યા છે.

ફાયરિંગ બાદ અભિનેતાના પિતા સલીમ ખાનની પ્રતિક્રિયા આવી છે. તેમણે લોકોને કહ્યું કે ચિંતા ન કરો. સલીમ ખાનના કહેવા પ્રમાણે, તેઓએ પ્રચાર માટે ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં હવે નવું અપડેટ સામે આવ્યું છે. ફાયરિંગ ઘટના બાદ લોકોમાં પણ ચર્ચા છે કે સલમાન ખાન થોડો સમય પૂરતું પોતાનું કામ છોડી દેશે અને ગેલેક્સી છોડી ક્યાંક બીજે રહેવા જશે. મીડિયા વર્તુળોમાં ચાલતી આ અફવા પર સલમાનના પિતા સલીમ ખાને ખુલાસો કર્યો છે. સલીમ ખાને જણાવ્યું કે સલમાન પોતાનું કામ અટકાવવાના મૂડમાં નથી. તે શેડ્યૂલ મુજબ પોતાના કામ પર પરત ફરશે. સલમાન કોઈ પણ શૂટિંગ કે ટ્રાવેલ પ્લાન બંધ કરવા માંગતો નથી. દબંગ ખાન ફાયરિંગની ઘટનાને વધુ મહત્વ આપવા માંગતો નથી. તેથી, તેમણે તેમની ટીમને સ્પષ્ટપણે કહ્યું કે તેમના કાર્ય શેડ્યૂલમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, કે તેને રદ કરવામાં આવશે નહીં.

સલમાન હાલમાં કોઈ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો નથી. પરંતુ તેના કેટલાક સમર્થન અને જાહેરાત ઝુંબેશ થવા જઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે અભિનેતા તેના વર્ક કેલેન્ડરને અનુસરશે અને કોઈ ફેરફાર કરશે નહીં. એક સૂત્રએ કહ્યું- સલમાનખાન પોતાના કામ પર ખૂબ જ ફોક્સ છે. તે ફાયરિંગની ઘટના પર ધ્યાન આપવા માંગતો નથી કારણ કે તેને લાગે છે કે હુમલાખોરોનો ઉદ્દેશ્ય કલાકારોને ડરાવીને ચૂપ કરવાનો હતો. તેણે તેના મિત્રો અને ઈન્ડસ્ટ્રીના નજીકના લોકોને તેની ચિંતા ન કરવા કહ્યું છે. તેને ગેલેક્સી એપાર્ટમેન્ટની મુલાકાત લેવાથી પણ અટકાવવામાં આવ્યો છે. કલાકારો ઇચ્છતા નથી કે તેમના કારણે સમાજના અન્ય સભ્યોને કોઈ અસુવિધા થાય.

અહેવાલો આવ્યા હતા કે ફાયરિંગની ઘટના બાદ સલમાનખાન હવે ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડીને અન્ય જગ્યાએ શિટ થઈ જશે. પરંતુ આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. સલમાન પોતાનું ઘર બદલી રહ્યો નથી. આ ઘરમાં તે પોતાના પરિવાર સાથે રહેશે. પોલીસે તેની આસપાસ અને તેના ઘરની બહાર સુરક્ષા કડક કરી છે. પોલીસે અભિનેતાના પરિવારને સુરક્ષાની ખાતરી આપી છે. જો કે, જ્યારે સલમાનને અગાઉ ધમકીભર્યા મેઇલ અને ફોન કોલ્સ આવ્યા હતા, ત્યારે પણ અભિનેતાએ કામને ફરીથી શેડ્યુલ કર્યું ન હતું. તેણે કડક સુરક્ષા હેઠળ મુસાફરી કરી, પરંતુ ધમકીઓના ડરથી પોતાનું કામ છોડ્યું નહીં.

આ હુમલાની જવાબદારી સ્વીકારતી એક ફેસબુક પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈના ભાઈ અનમોલ બિશ્ર્નોઈએ સલમાનખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યું છે. જો કે આજદિન સુધી તેની પુષ્ટિ થઈ નથી. દબંગ ખાનને લોરેન્સ બિશ્ર્નોઈ અને ગોલ્ડી બ્રાર તરફથી ઘણી વખત ધમકીઓ મળી છે. એકવાર તેણે એક અભિનેતાની હત્યાનું કાવતરું પણ ઘડ્યું હતું. પરંતુ પોલીસની તત્પરતાના કારણે આ પ્રયાસ નિષ્ફળ ગયો હતો.