સ્કોટલેન્ડ સ્પેશપોર્ટ પર ’રોકેટ બ્લાસ્ટ’: પ્રક્ષેપણ ટ્રાયલમાં જ વિસ્ફોટ સાથે તૂટી પડયુ

સ્કોટલેન્ડના એક્ષા-વોર્ડ સ્પેશ સ્ટેશન પરથી અંતરિક્ષમાં મોકલવાનુ રોકેટ ટેસ્ટ ફલાઈટમાં જ ધડાકાભેર તૂટી પડયુ હતું. ગણતરીની સેક્ધડમાં જ પ્રચંડ વિસ્ફોટને પગલે સમગ્ર વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો. જો કે, કોઈ માનવીય ખુમારી થઈ ન હતી કે કોઈને ઈજા ન હતી. લોન્ચપેડ પણ સુરક્ષિત હોવાનુ જાહેર કરાયુ હતું. આ ઘટનાની તપાસના આદેશ કરવામાં આવ્યા છે.

આ અંગે બીબીસીએ જણાવ્યું હતું કે સ્કોટલેન્ડની છેક ઉત્તરે આવેલ રોટલેન્ડ દ્વિપ સમુહ પરનાં સેક્સાવર્ડ એસ સેન્ટર ઉપરથી આ રોકેટ ઉપડયું ત્યાં જ તેનું એન્જિન ફાટી જતાં પ્રયોગ નિષ્ફળ ગયો હતો. આ રોકેટ એન્જિન ફાટતાં તેમાંથી આગના ભડકા નીકળ્યા હતા અને ધૂમાડાના ગોટા ઉડયા હતા. પરંતુ તે વિસ્તારમાંથી લોકોને પહેલેથી જ દૂર કરાયા હોવાથી કોઈ જાનહાની થઇ ન હતી કે કોઇને ઇજા પણ થવાની સંભાવના ન હતી. તેમ ઇંગ્લેન્ડ સેક્સાવર્ડ સ્પેસ સેન્ટરે તેમજ તેની સાતે સહકારથી કામ કરી કરેલી જર્મનીની રોકેટ ફેક્ટરી ઓગમ બર્ગે એ જણાવ્યું હતું.

આ અંગે સેક્સાવર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ એક પ્રયોગ હતો. તેનો હેતુ હવે પછીના તબક્કા માટેના મુદ્દાઓ નિશ્ર્ચિત કરવાનો તેનો હેતુ હતો. આ નિષ્ફળતા છતાં અમે આર.એ.એફ. સામે કામ કરવાના જ છીએ. તેમને પુષ્ટિ આપતા જ રહેશુ સાથે આ નિષ્ફળતા માટેનાં કારણો પણ શોધતા રહીશું અને આગામી યોજનાની તૈયારીઓ શરૂ કરી દેશું.

દુનિયાના કેટલાયે દેશો અંતરિક્ષમાં રોકેટ મોકલી તેમાંથી ઉપગ્રહો વહેતા મોકલી કરોડો રૂપિયા કમાય છે. આ ઉદ્યોગ ૨૦૩૦ સુધીમાં ટ્રિલિયન ડોલર્સ સુધી પહોંચી જશે અને હજારો ઇન્ટરનેટ બીપીંગ સેટેલાઈટ તરતા મુકવા વિશ્ર્વ તૈયારીઓ કરી રહ્યું છે.