કૌશાંંમ્બી, યુપીના કૌશામ્બીમાં ભરવરી રેલવે સ્ટેશન પાસે સિયાલદહથી અજમેર જતી ૧૨૯૮૭ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી. આ દરમિયાન મુસાફરો ગભરાવા લાગ્યા અને બહાર આવવાની ઉતાવળમાં બારી-દરવાજામાંથી કૂદવા લાગ્યા. સાથે જ રેલવે કર્મચારીઓ પણ વિલંબ કર્યા વગર આગ ઓલવવામાં લાગી ગયા હતા. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જણાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે ટ્રેનમાં આગ લાગી હતી. આ સાથે આગના સમાચાર મળતા ટ્રેનની ચેઈન પુલિંગ બંધ કરી દેવામાં આવી હતી.
આ ઘટના કાનપુર-પ્રયાગરાજ રેલ લાઇન પર કૌશામ્બી જિલ્લાના ભરવરી સ્ટેશન પાસે બની હતી. સિયાલદહથી દોડતી ૧૨૯૮૭ એક્સપ્રેસ ટ્રેન અજમેર જઈ રહી હતી. ટ્રેન પ્રયાગરાજ સ્ટેશનથી આગળ કૌશામ્બી જિલ્લાના ભરવરી સ્ટેશન નજીક પહોંચી કે તરત જ અચાનક શોર્ટ સર્કિટ થઈ ગયું. થોડી જ વારમાં આખી બોગી આગની લપેટમાં આવી ગઈ હતી. ભારે મુશ્કેલીથી મુસાફરોએ ચેઈનપુલિંગ કરીને ટ્રેન રોકી અને પોતાનો જીવ બચાવવા બારીઓમાંથી કૂદી પડ્યા.
રેલવેએ એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, “ટ્રેન નંબર ૧૨૯૮૭ સિયાલદાહ અજમેર એક્સપ્રેસ ભરવરી સ્ટેશનથી થોડે આગળ સ્ટાર્ટર સિગ્નલ પર, મુસાફરોએ જનરલ કોચની બહાર હળવા ધુમાડાની જાણ કરી હતી, જેને સ્ટેશન પર હાજર રેલ્વે સ્ટાફ દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યું હતું અને ટ્રેન ૧૩:૫૮ વાગ્યે શરૂ થઈ હતી” પરંતુ થોભ્યો અને ૧૪:૦૦ વાગ્યે રવાના થઇ.