નવીદિલ્હી,
નાણામંત્રી નિર્મલા સીતારમણે પાંચમું અને દેશનું ૭૫મું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રીએ કૃષિ, શિક્ષણ, ગરીબો માટે મહત્ત્વની જાહેરાત કરી. સુધાર માટેના કેટલાક ગંભીર મુદ્દાઓ અંગે ઉલ્લેખ કરવા જતા મજેદાર કિસ્સો બની ગયો.
નિર્મલા સીતારમણ સ્ક્રેપ પોલિસીનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તે પહેલાં કહ્યું ઓલ્ડ પૉલિટિકલ વ્હીકલ હટાવવામાં આવશે…પછી બોલ્યા- સોરી…સોરી…, ઓલ્ડ પૉલ્યુટેડ વ્હીકલ્સને હટાવાશે. આ ઉપરાંત, બજેટના ભાષણ દરમિયાન ક્યારેક ભારત જોડો તો ક્યારેક મોદી…મોદી…ના નારા લાગતા બજેટનો માહોલ હળવોફુલ બન્યો હતો. બજેટ દરમિયાન કેવી હળવીફુલ મોમેન્ટ્સ બની હતી.