
નવીદિલ્હી, મનીષ સિસોદિયાની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટે સીબીઆઇ અને ઈડીને નોટિસ પાઠવી છે. હવે આગામી સુનાવણી ૮મી મેના રોજ થશે. સિસોદિયાએ બંને તપાસ એજન્સી સીબીઆઈ અને ઈડી દ્વારા નોંધાયેલા કેસમાં જામીનની માંગ કરી છે.
ઈડીએ હાઈકોર્ટને જણાવ્યું કે મનીષ સિસોદિયાને તેની કસ્ટડી પેરોલ દરમિયાન તેની બીમાર પત્નીને મળવા સામે કોઈ વાંધો નથી. સિસોદિયાના વકીલે કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધા બાદ સિસોદિયાને તેમની પત્નીને મળવા માટે આપવામાં આવેલ એક દિવસની કસ્ટોડિયલ પેરોલ બંધ થઈ ગઈ છે.