સિસોદિયાને આશ્રમ ફલાઇઓવરનું ઉદ્ધાટન કરવાનું હતું

  • દિલ્હીવાસીઓને હવે વધુ સમય સુધી ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડશે.

નવીદિલ્હી,

દિલ્હીના આશ્રમ ફલાઇઓવર પર ખુબ ટ્રાફિક રહે છે આશ્રમ ફલાઇઓવરને ડીએનડી ફલાઇવેથી જોડવા માટે તેના વિસ્તારનું કામ એક જાન્યુઆરીથી ચાલી રહ્યું છે.આશ્રમ ફલાઇઓવરના એકસટેંશનના કામને પુરૂ કરવાની સમય સીમા ૪૫ દિવસોની નિર્ધારિત કરવામાં આવી હતી ત્યારબાદ સમય સીમાને ૨૮ ફેબ્રુઆરી સુધી વધારી દેવામાં આવી હતી પરંતુ હજુ પણ આશ્રમ ફલાઇઓવરનું કામ થઇ શકયુ ન હોવાથી દિલ્હીવાસીઓને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

એ યાદ રહે કે આશ્રમ ફલાઇઓવરના એકસટેંશન બાદ તેનું ઉદ્ધાટન નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને કરવાનું હતું હવે તેની ધરપકડ અને રાજીનામા બાદ તેનું ઉદ્ધાટનની સ્થિતિને લઇને પણ અસમંજસ બની ગયેલ છે હાલ આ ફલાઇઓવર ચાલુ ન થવાથી દિલ્હી નોઇડા,દિલ્હી મથુરા માર્ગ પર લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

એ યાદ રહે કે દિલ્હી આશ્રમ ફલાઇઓવરના એકસટેંશનના કામ માટે તેને બંધ કરી દેવામાં આવ્યો હતો.આશ્રમ ફલાઇઓવરના બંધ થવાને કારણે દિલ્હી નોઇડા અને ગાઝિયાબાદ જતા આવતા માર્ગ પર ટ્રાફિકનું ખુબ દબાણ વધી ગયું છે.જેથી લોકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.આશ્રમ ફલાઇઓવરને ડીએનડી ફલાઇઓવરથી જોડવાની સમયસીમા ૧૫ ફેબ્રુઆરી નિર્ધારિત કરવામાં આવી હતી ત્યારબાદ આ સમય સીમાને ૨૮ ફેબ્રુઆરી સુધી વધારવામાં પણ આવી હતી પરંતુ આશ્રમ ફલાઇઓવરના એકસટેંશનનાં કામની સમય સીમા વધાર્યા બાદ પણ આશ્રમ ફલાઇઓવરના એકસટેંશનનું કામ હજુ પુરૂ થઇ શકયુ નથી.

સુત્રોના જણાવ્યા અનુસાર આશ્રમ ફલાઇઓવરના એકસટેંશનનું કામ પુરૂ થવામાં હજુ ૧૦થી ૧૨ દિવસનો વધુ સમય લાગી શકે છે કારણ કે આશ્રમ ફલાઇઓવરના એકસટેંશનનું કાર્ય પુરૂ થઇ ચુકયું છે.આ ફલાઇઓવરના એકસટેંશન બાદ માર્ગના નાના નાના કાર્ય હજુ રહી ગયા છે જેમ કે લાઇટિંગ રેલિંગ વગેરે કાર્ય આ ફલાઇઓવર પર હજુ ચાલી રહ્યું છે તે પુરૂ થવામાં હજુ કેટલોક સમય વધુ લાગશે.