સીરિયામાં સેના અને વિરોધીઓ વચ્ચે સંઘર્ષ, બાળક સહિત ૮ના મોત

સીરિયામાં સેના અને વિદ્રોહીઓ વચ્ચે સોમવારે થયેલ ફાયરિંગમાં 8 લોકોના મોત થયા છે. તો, મોતને ભેટનાર લોકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ ફાયરિંગમાં અન્ય 19 લોકો ઇજાગ્રસ્ત થયા છે. માનવધિકારો માટે સીરિયાઈ ઓબ્ઝર્વેટરીએ કહ્યું છે કે સીરિયાની સરકાર દ્વારા નિયંત્રિત આલેપ્પો પ્રાંતના નુબુલ અને જહરા ગામો પર HTCએ બોમ્બવર્ષા કરી હતી.

ઉત્તર-પશ્ચિમી સીરિયામાં સેના અને બળવાખોરો વચ્ચે સોમવારે થયેલ ફાયરિંગમાં 8 લોકોના મોત થયા છે. તો મારનારમાં એક બાળક પણ સામેલ છે. આ ફાયરિંગમાં 19 લોકો ઘાયલ થયાના અહેવાલો છે.

માનવધિકારો માટે સીરિયાઈ ઓબ્ઝર્વેટરીએ કહ્યું છે કે સીરિયાની સરકાર દ્વારા નિયંત્રિત આલેપ્પો પ્રાંતને નુબુલ અને જહરા ગામો પર HTCએ બોમ્બવર્ષા કરી હતી. જેમાં એક વૃદ્ધ, એક મહિલા અને તેની નાની દીકરીનું મોત થયું છે. આ બોમ્બવર્ષામાં અન્ય 10 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે.

ઓબ્ઝર્વેટરીએ આગળ જણાવ્યું છે કે સીરિયન સેનાએ આ બોમ્બવર્ષાના જવાબમાં અલેપ્પોના દારાત ઈજ્જા શહેરના અનેક રહેણાંક વિસ્તારોમાં બોમ્બવર્ષા કરી જેમાં 3 નાગરિકોના થયા હતા અને અન્ય 9 લોકો ઘાયલ થયા હતા. રેસ્ક્યૂ ટીમ અને ઓબ્ઝર્વેટરીના જણાવ્યા પ્રમાણે, ગત સપ્તાહે ઈદલિબ પ્રાંત પર રશિયન એર સ્ટ્રાઈકમાં ત્રણ બાળકો સહિત એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે.