સીરિયામાં ’બાળ સૈનિકો’ની સેના ઉભી છે, સશસ્ત્ર જૂથો બાળકોને શસ્ત્રો સોંપી રહ્યા છે, યુએનના રિપોર્ટમાં ખુલાસો

કમિશ્લી, સીરિયામાં સશસ્ત્ર જૂથો બાળકોની ભરતી કરી રહ્યા છે અને દેશમાં બાળ સૈનિકો નો ઉપયોગ વધારી રહ્યા છે, જ્યારે સીરિયાના ઘણા વિસ્તારોમાં લડાઈ ધીમી પડી છે, યુએનના અહેવાલમાં જણાવાયું છે. સંયુક્ત રાષ્ટ્રએ મંગળવારે જાહેર કરેલા એક રિપોર્ટમાં જણાવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં સશસ્ત્ર જૂથો દ્વારા ભરતી કરવામાં આવતા બાળકોની સંખ્યામાં વધારો થયો છે. તેમના જણાવ્યા મુજબ, ૨૦૨૦ માં આ જૂથોમાં ૮૧૩ બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે ૨૦૨૧ માં ૧૨૯૬ અને ૨૦૨૨ માં ૧૬૯૬ બાળકો હતા.

યુનાઈટેડ નેશન્સ અનુસાર, કથિત રીતે બાળકોની ભરતી કરનારા જૂથોમાં કુદશની આગેવાની હેઠળની સીરિયન ડેમોક્રેટિક ફોસસનો સમાવેશ થાય છે, જે ઈસ્લામિક સ્ટેટના ઉગ્રવાદીઓ સામેની લડાઈમાં અમેરિકાના સહયોગી છે. યુનાઈટેડ નેશન્સે પુષ્ટિ કરી છે કે તુર્કી સમર્થિત સીરિયન નેશનલ આર્મીએ ૬૧૧ બાળકોની ભરતી કરી છે, જ્યારે અલ-કાયદા-સંબંધિત હયાત તાહિર અલ-શામે ઉત્તર-પશ્ર્ચિમ સીરિયામાં ૩૮૩ બાળકોની ભરતી કરી છે, અહેવાલો અનુસાર.

રિપોર્ટમાં સીરિયન સરકારી દળો અને સરકાર તરફી મિલિશિયા દ્વારા બાળકોની ભરતીના ૨૫ કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્વતંત્ર નાગરિક સંસ્થા સીરિયન ફોર ટૂથ એન્ડ જસ્ટિસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બસમ અલ-અહેમદે જણાવ્યું હતું કે સમગ્ર સીરિયામાં બાળકોની ભરતી કરવામાં આવી રહી છે. ૨૦૧૯ માં, એસડીએફે ૧૮ વર્ષથી ઓછી વયના યુવાનોની ભરતી નહીં કરવાની અને તેમના પ્રદેશોમાં ઘણી બાળ સુરક્ષા કચેરીઓ સ્થાપવાની પ્રતિજ્ઞા સાથે સંયુક્ત રાષ્ટ્ર સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના સાથીનો બચાવ કરતા એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે જીડ્ઢહ્લ સીરિયામાં એકમાત્ર સશસ્ત્ર જૂથ છે જેણે બાળ સૈનિકો ના ઉપયોગને સમાપ્ત કરવા માટે યુએનના કોલનો જવાબ આપ્યો હતો. એસડીએફ-સંલગ્ન સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ચલાવવામાં આવતી બાળ સુરક્ષા કાર્યાલયના પ્રવક્તા નોડેમ શેરોએ સ્વીકાર્યું કે એસડીએફ હસ્તકના વિસ્તારોમાં બાળકોની ભરતી ચાલુ છે.