રોકાણકારો મ્યુચ્યુલ ફંડમાં રોકાણ કરવા માટે ખાસ કરીને સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIPનો ઉપયોગ કરે છે. SIPમાં તમે તમારું ઓનલાઇન બેન્ક ખાતું લિંક કરાવી શકો છો. અહીં ચર્ચા તે છે કે અઠવાડિક SIP કે માસિક SIPમાં શું કરવું સૌથી સારું રહેશે.
અઠવાડિક એસઆઈપીમાં તમારે જે રકમની રોકાણ કરવું હોય તેટલી રકમ સમયઅવધિ દરમિયાન અઠવાડિયે કાપવામાં આવે છે. બીજી તરફ જો માસિક વિકલ્પ પસંદ કરશો તો નિશ્ચિત રકમ દરમાસે બેન્ક ખાતામાંથી કાપવામાં આવે છે.
સાપ્તાહિક SIPનાં લાભ-ગેરલાભ
અઠવાડિક એસઆઈપી રોકાણકારોને બજાર સમયથી જોખમને ઘટાડવામાં મદદ કરે છે. વધુમાં અઠવાડિક રોકાણ વધુ વખત હોય છે જેથી ખોટા સમયે રોકાણ કરવાનું જોખમ ઘટી જાય છે. જોકે તેના ગેરલાભ પણ છે. તેમાં રોકડ પ્રવાહનું સંચાલન અને ટ્રેકિંગ કરવું મુશ્કેલ થઇ જાય છે કેમ કે તેમાં તમારે દર અઠવાડિયે રોકાણ કરવું પડે છે જેને માટે પૂરતા નાણાંની જરૂર હોય છે. કટોકટીના સમયે તમે લક્ષ્યથી વિચલિત થઇ શકો છો.
માસિક SIPના લાભ-ગેરલાભ
જો તમે નોકરિયાત છો તો માસિક એસઆઈપીમાં તમને સૌથી વધુ અનુકૂળ આવી શકે છે કેમ કે દરમાસને અંતે તમે વેતનપ્રાપ્ત કરો છો. તમે મહિનાના અંતમાં તમારું બજેટ બનાવો છો તે માટે અંતમાં તમારે રોકાણ કરવું સારું છે. વધુમાં તમે ટૂંકા ગાળાના ઉતારચડાવ દરમિયાન વિચલિત થવાથી બચી શકો છો.માસિક SIPથી કોઈ નુકશાન નથી. તમારે આ માટે ફક્ત એક રેકોર્ડ રાખવાની જરૂર છે.