જાંબુઘોડા, બોડેલી સહિત પાવી જેતપુર તેમજ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના અનેક ગામોના હજારો રહિશો માટે આશિર્વાદરૂપ એવા સીથોલ-રણભુન ધાટીને જોડતા માર્ગ પરના રણભુન પાટીયા વચ્ચેથી પસાર થતી મેરીયા નદીના કોઝ-વે પર 7 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરી દેવાતા સ્થાનિક રહિશોમાં આનંદની લાગણી જોવા મળી હતી.વર્ષો જુની માંગ સંતોષાઈ અને મેરીયા નદીના બ્રિજની કામગીરી શરૂ કરી દેવાતા સ્થાનિક રહિશોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. મેરીયા નદી પર ડાયવર્ઝન બનવાનુ શરૂ થતાં સ્થનિકોએ હાશકારા સાથે જણાવ્યુ હતુ કે,હવે આ બ્રિજ બનશે અને સ્થાનિકોના બાળકો ચોમાસા દરમિયાન પણ અભ્યાસ અર્થે બહાર ગામ કે સામે રણભુન ગામે અભ્યાસ અર્થે જઈ શકશે.આ બ્રિજની કામગીરી કરવા માટે કોઝ-વેને તોડવાનો હોય બાજુમાં ડાયવર્ઝન બનાવવાની કામગીરી શરૂ થતાં બ્રિજના કામ શરૂ થયુ હોય હવે સ્થાનિક રહિશો તેમજ રાહદારીઓને ચોકકસ વિશ્ર્વાસ થઈ ગયો છે.