દાહોદ,સીંગવડ તાલુકાના મંડેરમાં પુરપાટ આવી રહેલા રેંકડાએ સામેથી આવી રહેલી બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા ત્રણ પૈકી એકને સારવાર અર્થે સિંગવર્ડના રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બેને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સીંગવડ તાલુકાના મલેકપુર ડામોર ફળીયાના રહેવાસી નિલેશ ભાઈ બાબુભાઇ ડામોર અને તેમની માતા રેશમબેન તેમજ તેની બહેન ટીના બેન સાથે મોટરસાઇકલ પર સવાર થઈ મંડેર થી પસાર થઈ રહ્યા હતા. તે સમયે સામેથી પૂરઝડપે આવી રહેલા રેંકડા ચાલકે નિલેશભાઈની બાઈકને અડફેટમાં લેતા બાઈક સવાર ત્રણેય વ્યક્તિઓ ફંગોળાઈને જમીન પર પટકાતા ત્રણેય વ્યક્તિઓના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હતી. જયારે અકસ્માત બાદ રેંકડા ચાલક પોતાનો રેકડો લઈ ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ આસ પાસપાસના ભેગા થયેલા લોકોએ ઈજાગ્રસ્તોને 108 મારફતે નજીકના રેફરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. જેમાં નિલેશભાઈને સીંગવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે મોકલ્યા હતા જયારે તેમની માતા રેશ્માબેન તેમજ તેમની બહેન ટીના બહેનને 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. હાલ આ ઘટના સંદર્ભે મોટરસાઇકલને કબ્જે લઈ પોલીસ મથકે લાવવામાં આવી છે, પરંતુ સમાચાર લખાય છે. ત્યાં સુધી આ અકસ્માત મામલે પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી.