સીંગવડ તાલુકાના કાળીયા ગોટા કોઈ બાબતે બે મહિલા સહિત ત્રણને ઈજાઓ કરી મારમારતાં ફરિયાદ

દાહોદ,દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના કાળીયા ગોટા ગામે રહેતા ચારે બાપ-દીકરાઓએ કોઈ કારણસર કાવતરૂ રચી મારક હથિયારો સાથે લઈ બે મહિલા સહિત ત્રણ જણાને લાકડી તથા ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી ઘરની બાજુમાં આવેલ રહેણાંક ઢાળીયાને આગ ચાંપી સળગાવી મારી નુકશાન પહોંચાડ્યાનું જાણવા મળ્યું છે.

કાળીયાગોટા ગામના મગનભાઈ તેજાભાઈ ભગોરા તથા તેમના ત્રણ છોકરાઓ વિક્રમભાઈ મગનભાઈ ભગોરા, દિનેશભાઈ મગનભાઈ ભગોરા તથા વિનુભાઈ મગનભાઈ ભગોરા વગેરેએ ગત તા.9-4-2023ના રોજ એક સંપ થઈ કાવતરૂ રચી પોતાનો ઈરાદો પાર પાડા મારક હથિયારો સાથે બિભત્સ ગાળો બોલી દિનેશભાઈએ તેના હાથમાંની લાકડી શૈેલેષભાઈએ મંજુલાબેનને ગડદાપાટુનો ંમારમારી તથા જસોદાબેનને પણ ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી તથા જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી અને શૈલેષભાઈ સકાભાઈ ભગોરાના ઘરની બાજુમાં આવેલ રહેણાંક ઢાળીયાને આગ ચાંપી સળગાવી દઈ નુકશાન પહોંચાડ્યું હતું.

આ સંબંધે કાળીયાગોટા ગામના નિશાળ ફળિયાના શૈલેષભાઈ સકાભાઈ ભગોરાએ નોંધાવેલ ફરિયાદને આધારે કાળીયા ગોટા ગામના નિશાળ ફળિયાના મગનભાઈ તેજાભાઈ ભગોરા, વિક્રમભાઈ મગનભાઈ ભગોરા, દિનેશભાઈ મગનભાઈ ભગોરા તથા વિનુભાઈ મગનભાઈ ભગોરા વિરૂધ્ધ ઈપીકો કલમ 323, 324, 427, 463, 120(બી), 504, 506(2) તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.