દાહોદ,
પ્રધાનમંત્રીના ટીબીમુક્ત ભારત 2025 અભિયાન અંતર્ગત આજ રોજ સિંગવડ તાલુકાના દાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પેશન્ટ પ્રોવાઇડર મીટીંગ યોજાઇ હતી. જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવ અને જીલ્લા ક્ષય અધિકારી ડો. આર. ડી. પહાડીયાના માર્ગદર્શન હેઠળ પેશન્ટ પ્રોવાઇડર મીટીંગ કરવામાં આવી હતી.
આ બેઠકમાં કુલ 47 ટીબીના દર્દીઓ હાજર રહ્યાં હતા તથા 29 ડોટ્સ પ્રોવાઇડર હાજર રહ્યાં હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો સોભના ખરાડી તાલુકા ટીબી સુપરવાઈઝર, આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર આરોગ્ય સ્ટાફ હાજર રહેલ હતો. આ મીટિંગમાં દર્દીઓને દવા નિયમિત લેવાની, સમયસર ગળફાની તપાસ કરાવવી જ્યારે આવતી હોય ત્યારે, દવાની આડઅસર વિષે સમજાવવામાં આવ્યું હતું.
સારવાર દરમ્યાન શું શું ખોરાક લેવો તેનાં વિશે માહીતિ આપવામાં આવી, ગુજરાત સરકારની વૈદકીય સહાય યોજના વિશે માહીતિ આપવામાં આવી હતી. દર્દીના ધરમાં અન્ય સભ્યોને એક દિવસની પણ ખાસી આવતી હોય તો તાત્કાલિક તપાસ કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું.
દર્દીના ધરમાં 0-6 વર્ષનું બાળક સાથે રહેતું હોય તો તેને પણ આઇ. એન. એચ નામની દવા બાળકના વજન પ્રમાણે કુલ 6 મહીના સુધી બાળકને આપવાની થાય છે. જેથી કરીને બાળકને ટીબીનો ચેપ ન લાગે, દર્દીએ ખાસી ખાતી વખતે મોં ઉપર રૂમાલ અવશ્ય રાખવો ડોટ્સ પ્રોવાઈડરને કોઈ તકલીફ હોય તો તેનું પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું.
જો ટીબીનો દર્દી ગળફામાં ટીબીના જંતુ ધરાવતો ટીબી સાથે સારવાર લેતો હોય તો તેના ઘર ના અન્ય સભ્યો ને 3છઇં નામની ટેબલેટ ત્રણ મહીના સુધી લેવા માટે સમજાવવામાં આવ્યુ હતું. જેથી કરીને ઘરના અન્ય સભ્યોને પણ ટીબીનો ચેપ ન લાગે. આવો સૌ સાથે મળીને ટીબી ને હરાવીયે, “ટીબી હારેગા દેશ જીતેગા”ના સુત્રને સાર્થક કરીએ.