દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકામાં ચોરો હમણાં ટૂંક સમયથી બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. સિંગવડ તાલુકામાં ચોરો દ્વારા અનેક જગ્યાએ નાની-મોટી ચોરીઓ કરવામાં આવી રહી છે. જ્યારે સિંગવડ તાલુકાના ગામમાં પણ થોડા સમય પહેલા ચોર દ્વારા બે મકાનને નિશાન બનાવી તેમાંથી લાખો રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. જ્યારે ગઈ કાલે રાત્રે સિંગવડના સ્મશાન માંથી ચોરો દ્વારા સ્મશાનના લોખંડના એંગલો તથા મોટરની ચોરી કરવામાં આવી હતી. જ્યારે ચોરો દ્વારા સ્મશાનને પણ છોડવામાં નથી આવ્યું તો બીજી શું વાત કરવી જ્યારે આવી નાની-મોટી ચોરી કરતા કોઈ બહારના ચોર નહીં હોઈ શકે પણ સ્થાનિક ચોરો હોઈ શકે તેવું લાગી રહ્યું છે. ખરેખર સ્મશાનમાં જ્યારે સુવા માટે કેચી બિછાવેલી હોય છે, તે કેચીના લોખંડના એગલો ચોરો દ્વારા નીકાળીને તથા પાણીની મોટર તાળાંની અંદર મૂકી રાખેલી હતી તેનું તાળું તોડીને તે મોટર લઈ જવામાં આવી છે, માટે આવા ચોરોને દેખીને કડક સજા કરવામાં આવે તો બીજા કોઈ આવા તત્વો માથું ઊંચું ના કરે. જ્યારે આ ચોરી થતાં સિંગવડ પંચાયત દ્વારા રણધીપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી આપવામાં આવી છે.