દાહોદ, દાહોદ જિલ્લાના દે.બારીઆ તાલુકાના સીંગવડ આવવા બસોની સુવિધા પુરતી નહિ હોવાના લીધે મુસાફરોને તથા વિધાર્થીઓને પ્રાઈવેટ વાહનોમમાં બેસવા મજબુર થવુ પડે છે.
પીપલોદથી સીંગવડ આવવા માટે બસોની સુવિધા પુરતા પ્રમાણમાં નહિ હોવાના લીધે મુસાફરો તથા વિધાર્થીઓને કલાકો સુધી બેસી રહેવુ પડતુ હોય છે. જયારે મુસાફરો તથા વિધાર્થીઓ બસો નહિ હોવાના લીધે પ્રાઈવેટ વાહનોમાં બેસવા અથવા ઉભા રહેવા મજબુત થવુ પડે છે. જયારે પીપલોદથી સીંગવડ પ્રાઈવેટ વાહનો ચાલતા હોય છે. જેથી આ વાહનોમાં બેસવાની કેપિસિટી 15 થી 20 જણાની હોય છે. પરંતુ આ પ્રાઈવેટ વાહનોની કેપેસિટી કરતા પણ ધણા વધારે પેસેન્જર બેસાડવામાં આવતા હોવાથી વાહનોની આજુબાજુ તથા ઉપર પેસેન્જર બેસાડવામાં આવતા હોય છે તેના લીધે એક્સિડન્ટ થવાનો ભય રહેતો હોય છે. જો કોઈપણ પેસેન્જર વાહનની આજુબાજુ ટગાઈને આવતા જતા હોય તે સમયે પેસેન્જર ટંગાયેલો પડે તો સામેથી કે પાછળથી આવતા વાહનોનો શિકાર બની શકે તેમ છે. જયારે આ પ્રાઈવેટ વાહનો દ્વારા તેની કેપેસિટી કરતા વધારે મુસાફરો બેસાડવાના લીધે એક્સિડન્ટ થવાનો ભય રહે છે. જયારે પીપલોદથી સીંગવડ પર બસોની સુવિધા વધારવામાં આવે તો મુસાફરો પ્રાઈવેટ વાહનોનો ઉપયોગ ઓછો કરે અને એક્સિડન્ટ થવાનો ભય પણ ઓછો રહે તેમ છે. જયારે આ પ્રાઈવેટ વાહનોવાળા તેની પ્રાઈવેટ વાહનોમાં વધારે પડતા મુસાફરો બેસાડતા હોય છે તે માટે આ લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે આને નવી બસો ચાલુ કરવામાં આવે જેથી મુસાફરો તથા વિધાર્થીઓ લાભ લઈ શકે અને પ્રાઈવેટ વાહનોનો ઓછો લાભ લે તેવી મુસાફરો તથા પેસેન્જરોની માંગ ઉઠવા પામી છે.