સીંગવડના પીપલીયા ગામે ફોર વ્હીલ ચાલક બાઈકને અડફેટમાં બાઈક સવાર બે વ્યકિતને ઈજાઓ

દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકાના પીપળીયા ગામે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે એક મોટરસાઈકલ પર સવાર બે વ્યક્તિઓને અડફેટમાં લેતાં બંન્ને વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં બંન્નેને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

ગત તા.09મી સપ્ટેમ્બરના રોજ સીંગવડના છાપરવડ ગામે બારીઆ ફળિયામાં રહેતાં મુકેશભાઈ ખુમાનસીંગભાઈ બારીઆ તથા તેમની સાથે કમલેશભાઈ માનસીંગભાઈ બારીઆ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ સીંગવડના પીપળીયા ગામેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ત્યાંથી એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મુકેશભાઈની મોટરસાઈકલને જોશભેર ટક્કર મારતાં મુકેશભાઈ તથા કમલેશભાઈ બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેઓને શરીરે, હાથે પગે ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં અને ઉપરોક્ત બંન્ને ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.

આ સંબંધે ઈજાગ્રસ્ત મુકેશભાઈ ખુમાનસીંગભાઈ બારીઆએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.