દાહોદ, દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના માસી તોયણી ગામેથી એક યુવકે એક 16 વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં સગીરાનું અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.
ગત તા.22મી મેના રોજ સીંગવડ તાલુકાના જામદરા ગામે રહેતો ચીરાગભાઈ ગોપસીંગભાઈ પટેલે સીંગવડ તાલુકામાં રહેતી એક 16 વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પટાવી, ફોસલાવી લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના વાલી વારસ દ્વારા રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.