સીંગવડ, સીંગવડ તાલુકાના મછેલાઈ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા અંદાજિત એક કરોડની ગ્રાન્ટ બારોબાર સગેવગે કરી સરકારી નાણાંનો દુરૂપયોગ કરાયો હોવાનુ મછેલાઈ ગ્રામ પંચાયતના ગ્રામજનોએ આક્ષેપો સાથે રાજયના મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં રજુઆત કરી તપાસની માંગ કરી છે.
મછેલાઈ ગામના નાગરિકોએ ઓનલાઈન વિગતો કાઢી કરેલી રજુઆત મુજબ રાજયના મુખ્યમંત્રીને સ્વાગત કાર્યક્રમ હેઠળ મછેલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં નાણાંપંચ અને એટીવિટી ગ્રાન્ટમાંથી 88 જેટલા વિકાસલક્ષી યોજનાના કામો સરકારી ચોપડા પર બતાવી વિવિધ યોજનાઓમાં ગ્રાન્ટના ખોટા કામો કરી તપાસ કરવા તાલુકા વિકાસ અધિકારી સીંગવડને 6/12/2023ના રોજ મછેલાઈ ગામના ગ્રામજનોએ કેટલાય કામો માત્ર કાગળ પર બતાવી સરકારી ગ્રાન્ટ બારોબારી કરી દીધી હોવાનુ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. જેમાં ધારાધોરણ નેવી મુકીને ગ્રામ પંચાયતના કેટલાક વિસ્તારોમાં 300 ફુટના બદલે માત્ર 100 થી 200 ફુટના આરસીસી રોડ બનાવી બાકીના નાણાં ઉપાડી લીધા હોવાનુ પણ જણાવ્યુ છે. તો ગ્રામજનોએ કરેલી રજુઆતમાં આરસીસી રોડના-29, બોર મોટરના કામ-5, નાળાને ચેકડેમનુ કામ-1, રિપેરીંગ કામ-1, પેવરબ્લોકનુ કામ-1, જાહેર શોૈચાલય-8, પાણી પુરવઠા-1, મીની એલઆઈ-8, હેન્ડપંપ-4, બાંકડા-15, સંરક્ષણ દિવાલ-2, ખડિયત-2, સાર્વજનિક બોર મોટર-1, ચેકડેમ-1, સામુહિક શોૈચાલય-1, એજયુકેશ ફંડ-1, અમૃત સરોવર-1, વહીવટી ખર્ચ-1, શોૈચાલયનુ કામ-1 મળી કુલ 21 કામોમાં 88 જેટલી યોજનાઓ માત્ર કાગળ પર જ બતાવી છે.