સીંગવડના કેસરપુરથી નવગામ જતા રસ્તાની કામગીરી સત્વરે ન ગથતાં તેમજ ડાયવર્ઝન વ્યવસ્થિત ન બનાવાતા વિધાર્થીઓને હાલાકી

સીંગવડ,

સીંગવડ તાલુકાના કેસરપુરથી નવગામ જતો રસ્તાનો ખાતામુર્હુત બાદ તાજેતરમાં નવીનીકરણની કામગીરી હાથ ધરી છે. જેમાં કોન્ટ્રાકટર દ્વારા યોગ્ય સત્વરે કામગીરી ન કરાતા તેમાં ડાયવર્ઝન વ્યવસ્થિત ન બનાવવાના કારણે આમ જનતા સહિત શાળાના અભ્યાસક્રમ વિધાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સીંગવડ તાલુકામાં ગત ફેબ્રુઆરી મહિનામાં વિવિધ વિસ્તારના ગામોમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરના હસ્તે કરોડો રૂપિયાના ખર્ચમુર્હુત કરી વિકાસના કામો કરવામાૂં આવ્યા હતા. જેમાં કેસરપુરથી નવાગામ થઈને મોરવા(હ)ગોધરા જતો રસ્તાનો પણ ખાતામુર્હુત ગત ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવ્યુ હતુ. જેમાં રસ્તો પહેલો ડબલ કરવો સહિત આખા રસ્તાને નવીનીકરણ કરવાાની કામગીરી હાથ ધરવા માટેની છેલ્લા કેટલાક સમયથી લોકમાંગ ઉઠવા પામી હતી. જેને લઈને રસ્તો પેહલા બનાવવા માટે પી.ડબ્લ્યુ.ડી.વિભાગ લીમખેડા ખાતે ગ્રાન્ટ આપવામાં આવી હતી. ગત ફેબ્રુઆરી મહિનામાં રસ્તાઓ નવીનીકરણ માટે ખાતામુર્હુત પણ કરવામાં આવ્યુ હતુ. વહીવટી તંત્ર લીમખેડા અને કોન્ટ્રાકટરની મિલીભગતના કારણે રસ્તો નવો બનાવતા પહેલા રપત પુલને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે રસ્તાના ડાયવર્ઝનની વ્યવસ્થા વ્યવસ્થિત ન બનવાના કારણે તેમાં જ ડામર રોડની વ્યવસ્થાના કરવામાં કારણે ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર સર્જાય છે. આ બાબતે લીમખેડા પી.ડબ્લ્યુ.ડી.તેમજ કોન્ટ્રાકટરને વારંવાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરી સાંભળતુ ન હોવાના કારણે વિસ્તારના ગ્રામજનો જવાબદાર તંત્ર સામે ગાંધી ચિંઘ્યા માર્ગે જવાની ચિમકી ઉચ્ચારી હોવાનુ પણ જાણવા મળે છે.ૃ