દાહોદ,પારકી પરણેતરના ફોટા રાખવાના મામલે દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકાના હાંડી ગામે થયેલ ઝઘડામાં પારકી પણેતરના ફોટા રાખનાર ઇસમને લોખંડની પાઇપ તથા ગડદાપાટુનો માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી તેમજ જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકાના હાંડી ગામે પરમાર ફળિયામાં રહેતા છગનભાઈ પ્રતાપભાઈ બારીયા ગત તારીખ 21/04/2024ના રોજ રાત્રિના 11:00 વાગ્યાના સુમારે લગ્નમાં જઈ રહ્યા હતા. તે વખતે તેના જ ગામના બારીયા ફળિયાના શાંતુભાઈ વેલજીભાઈ બારીયા, નરેશભાઈ શાંતુભાઈ બારીયા, નારણભાઈ શાંતુભાઈ બારીયા તથા મંગળભાઈ શાંતુભાઈ બારીયા વિગેરેએ છગનભાઈ બારીયાને પોતાના ઘરે બોલાવી નારણભાઈ શાંતુભાઈ બારીયાએ ગાળો આપી, મારી પત્નીના ફોટા તું કેમ રાખે છે ? તેમ કહેતા એકદમ ઉસકેરાઈ ગયેલ શાંતુભાઇ વેલજીભાઈ બારીયાએ છગનભાઈ બારીયાના જમણા હાથે કોણીના ભાગે લોખંડની પાઇપ મારી કોણી માંથી હાથ ભાંગી નાખી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે નરેશભાઈ બારીયા, નારણભાઈ બારીયા તથા મંગળભાઈ બારીયાએ ભેગા મળી છગનભાઈ બારીયાને ગડદાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી ચારે બાપ બેટાઓએ ભેગા મળી છગનભાઈ બારીયાને જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપી હતી.
આ સંબંધે હાંડી ગામના પરમાર ફળિયામાં રહેતા ગંભીર ઇજાગ્રસ્ત છગનભાઈ પ્રતાપભાઈ નોંધાવેલી ફરિયાદને આધારે રંધીકપુર પોલીસે હાંડી ગામના બારીયા ફળિયામાં રહેતા શાંતુભાઇ વેલજીભાઈ બારીયા તથા તેમના ત્રણ દીકરા નરેશભાઈ શાંતુભાઈ બારીયા, નારણભાઈ શાંતુભાઈ બારીયા તથા મંગળભાઈ શાંતુભાઈ બારીયા વિરૂદ્ધ ઇ.પી.કો. કલમ 325,323,504,506(2),114 તથા જીપીએક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.