દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના ધામણબારી ગામે ધામણબારી ગામે જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે 06 જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા 48,190ની રોકડ રકમ કબજે કર્યાનું જાણવા મળે છે.
ગત તા.18મી ઓગષ્ટના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે ધામણબારી ગામે ખુલ્લી જગ્યામાં રમતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારી જુગાર રમી રહેલા મહેશભાઈ વીરસીંગભાઈ પરમાર, રાજેશભાઈ વીરસીંગભાઈ રાવત, રમણભાઈ બકુભાઈ બારીયા, પ્રકાશભાઈ ફુલાભાઈ પરમાર, દલાભાઈ રેવલાભાઈ પરમાર અને અશ્વિનભાઈ શંકરભાઈ પરમારને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા 48,190ની રોકડ રકમ કબજે કરી હતી.આ સંબંધે રણધીકપુર પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.