દાહોદ,દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના છાપરવડ ગામેથી ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ એક ટ્રેક્ટરની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.02 ફેબ્રુઆરીના રોજ સીંગવડ તાલુકાના છાપરવડ ગામે રહેતાં સુનીલભાઈ નવલભાઈ બારીયાએ પોતાનું રૂા. 4 લાખની કિંમતનું ટ્રેક્ટર ટ્રોલી સાથે પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કર્યુ હતું. આ ટ્રેક્ટરને કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે સુનીલભાઈ નવલભાઈ બારીયાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.